ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કારમાં 36 કિલો સુકો ગાંજો લઇ જતા રાજકોટ અને અમરેલીના બે શખ્સો પકડાયા

01:26 PM May 23, 2025 IST | Bhumika
Advertisement

સાગબારા પોલીસે ચેક પોસ્ટ પાસેથી પકડયા, ગાંજો આપનાર મુંબઇના શખ્સની શોધખોળ

Advertisement

સાગબારા પોલીસે ઘનશેરા ચેકપોસ્ટ પાસે તા. 21 મે ના રોજ સાંજે સઘન ચેકિંગ હાથ ધર્યુ હતુ.તે દરમિયાન કારમાં લઇ જવાતા રૂૂ.3,62,850 સૂકા ગાંજાની સાથે બે શખ્સ ઝડપાઇ ગયા હતા.સાગબારા પોલીસ ઘનશેરા ચેકપોસ્ટ પાસે સાંજના સમયે ચેકિંગમાં હતી. તે સમયે એક કારમાં અરવિંદ શંભુભાઇ લખતરીયા (રહે. : મૂળ કુંભારવાડો જૂનું ગામ લીલાપુર તા. જસદણ. જી. રાજકોટ, હાલ રહે. બાપા સીતારામ પ્રોવીઝન સ્ટોર, તિરૂૂપતિ પાર્ક સોસાયટી,આજીડેમ ચોકડીની સામે, ભાવનગર રોડ, રાજકોટ) (2) મહેન્દ્ર વિષ્ણુભાઇ દેવમુરારી (રહે. 97, ટાંકા પાસેનો વિસ્તાર, ચરખા, તા. બાબરા, જી.અમરેલી ) ગેરકાયદે સૂકો ગાંજાનો જથ્થો 36 કિલો 285 ગ્રામ કુલ રૂૂ. 3,62,850 મોબાઇલ રૂૂ. 30,000 અને કાર રૂૂ. 4 લાખ મળી કુલ રૂૂ. 7,92,850 નો મુદ્દામાલ સાથે બંને આરોપીને પકડી પાડયા હતા. આ સૂકો ગાંજો આપનાર વોન્ટેડ આરોપી મુંગીલાલા જેનું પૂરૂૂ નામ ખબર નથી.(રહે.રહે. ગદરદેવ, તા. શિરપુર જી. ધુલીયા (મહારાષ્ટ્ર) આપ્યો હતો.આ અંગે સાગબારા પોલીસ મથકે ત્રણ આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement