For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મીઠાપુરમાં દુકાનમાંથી ચોરી કરનાર ગઢેચી અને મેવાસાના બે શખ્સો ઝડપાયા

11:58 AM Aug 29, 2024 IST | Bhumika
મીઠાપુરમાં દુકાનમાંથી ચોરી કરનાર ગઢેચી અને મેવાસાના બે શખ્સો ઝડપાયા
Advertisement

દેવભૂમિના મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાંથી ત્રણેક દિવસ પૂર્વે થયેલી એક દુકાનમાં થયેલી ચોરીના પ્રકરણમાં એલસીબી પોલીસે બે શખ્સોને ઝડપી લઈ, મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે મીઠાપુરના ઉદ્યોગ નગર વિસ્તારમાં રહેતા અને સુરજકરાડી ખાતે દુકાન ધરાવતા યોગેશભાઈ અશ્વિનભાઈ ગોકાણી નામના વેપારી યુવાનની દુકાનમાં ગત તારીખ 24 મીના રોજ રાત્રિના સમયે કોઈ તસ્કરોએ ખાતર પાડી અને દુકાનની ગ્રીલ લોખંડના સળિયા તેમજ લોખંડની કોષ વડે તોડીને પ્રવેશ કર્યો હતો. અહીં રાખવામાં આવેલી કુલ રૂૂપિયા 18,500 ના દરની ચલણી નોટો તેમજ પરચુરણ ઉપરાંત રૂૂપિયા 3,500 ની કિંમતના ચાર કિલોગ્રામ કાજુ મળી, કુલ રૂૂપિયા 22,000 નો મુદ્દામાલ ચોરી થયાની ધોરણસર ફરિયાદ બે શખ્સો સામે મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

Advertisement

આ સમગ્ર પ્રકરણ અંગે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ તથા ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે નાગેશ્વર રોડ વિસ્તારમાંથી ગઢેચી ગામના રહીશ આનંદભા કનૈયાભા સુમણીયા (ઉ.વ. 20) અને મેવાસા ગામના વિશાલભા સમીયાભા માણેક (ઉ.વ. 20) નામના બે શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, વધુ તપાસ અર્થે પી.એસ.આઈ એ.એલ. બારસિયા દ્વારા આરોપીઓનો કબજો મીઠાપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement