માળિયાના ભંડુરી ગામે ફાયરિંગ કરનાર ગડુના બે શખ્સો ઝડપાયા
માળિયાના ગડુ ગામના આરીફ ફર્ફે ભુરો આમદ લાખા ગામેતી (ઉ.વ.21) અને ગફાર ઉર્ફે કારીયો નુરમહમદ કાતીયાર ગામેતી આ બંને ગઈકાલે પોતાના બાઈક પર ભંડુરી ગામે રહેતા આશિક હુસેન શાળના ઘરે જઈ લોખંડના દરવાજા પર દેશી લાંબી હાથ બનાવટની બંદુક વડે ફાયરીંગ કરી નાસી છૂટ્યા હતા.
આ ફાયરિંગથી આશિક હુસેન શાળનાં પરિવારજનો ધ્રુજવા લાગ્યા હતા અને માળિયા પોલીસમાં આશિક હુસેન શાળએ ફરિયાદ કરતા માળિયા પીઆઈ એમ.એન.કાતરીયાએ ગુનો નોંઘી જિલ્લા મેજિસ્ટ્રેટનાં જાહેરનામાનો ભંગની અલગ અલગ કલમો લગાડી પોલીસ સ્ટાફ દિનેશભાઈ ગોહેલ માનસિંગભાઈ ખેર અરૂૂણભાઇ મહેતા હરેશભાઈ મુછાળ વિજયભાઈ બાબરીયા, રાજેન્દ્રભાઈ પરમાર, પ્રકાશભાઈ જેબલિયા સહિતે ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.પોલીસે માળિયાના ચૂલડી ગામના પાટીયા પાસેથી આરીફ આમદ લાખા, ગફાર ઉર્ફે ઉર્ફે કારીયો નુરમહમદ કાતીયાર રહે બંન્ને ગડુની ધરપકડ કરી હતી.
તેમજ પોલીસે આરોપી પાસેથી દેશી હાથ બનાવટની બંદુક કિંમત રૂૂપિયા 1 હજાર, બાઈક કિંમત રૂૂા. 25 હજાર, મોબાઈલ કિંમત રૂૂા. 5 હજાર સહિત મળી કુલ 31 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
