ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સરધારમાં વેપારી પર હુમલો કરનાર આટકોટનાં બે શખ્સો ઝડપાયા

04:48 PM Jul 02, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગામ લોકોએ સજજડ બંધ પાડ્યા બાદ પોલીસ દોડતી થઇ

 

રાજકોટ - ભાવનગર હાઇવે પર આવેલા સરધાર ગામમા થોડા દિવસ પહેલા આટકોટનાં માથાભારે સીકંદર જુમાભાઇ સાંધ અને તેનાં પુત્ર અર્શદ સીકંદર સાંધ દ્વારા વેપારીએ ટાયર ઉધાર ન આપતા વેપારી પર હુમલો કર્યો હતો આ ઘટનામા પોલીસ દ્વારા કોઇ નકકર કાર્યવાહી કરવામા ન આવતા સરધાર ગામ રોષ પુર્ણ જડબેસલાખ બંધ રહયુ હતુ. આ બનાવ અંગે ફરીયાદી મયુરભાઇ કાનજીભાઇ વસોયાએ લખાવેલી ફરીયાદ મુજબ પોતે સરધારનાં રુપગઢ ચોકડી પાસે માટેલ ટાયર નામની દુકાન ચલાવે છે. ગઇ તા. 26 નાં રોજ બપોરે 4 વાગ્યા આસપાસ દુકાને આટકોટનાં સીકંદર સંધી અને તેની સાથે બે અજાણ્યા શખસો આવ્યા હતા . ત્યા કારમા બે ટાયર નાખવાનાં છે તેવુ કહેતા મયુરભાઇએ કહયુ હતુ કે અગાઉ ટાયર લઇ ગયા છો તેનાં પૈસા કયારે આપશો જેથી સીકંદરે તેની સાથે આવેલા સફેદ શર્ટ વાળા ભાઇને કહયુ કે બે હજાર રૂપીયા મયુરભાઇને ગુગલ પે કરી દયો. જેથી તેમણે ગુગલ પે દ્વારા બે હજાર રૂપીયા નાખી દીધા હતા. અને ત્યારબાદ સીઆટ કંપનીનુ ટાયર માગતા મયુરભાઇએ ટાયર નહી હોવાનુ કહયુ હતુ.

ત્યાર બાદ આરોપીએ મયુરભાઇને 3 ફડાકા ઝીકી દીધા હતા. અને કારમાથી છરી કાઢી મયુરભાઇ પાછળ દોડયો હતો. આ સમયે ગામમા લોકોનુ ટોળુ એકઠુ થઇ જતા આરોપીઓ ત્યાથી ભાગી ગયા હતા. અને ગ્રામજનો અને સરપંચ તેમજ આગેવાનો દ્વારા સરધાર ગામનાં લોકોએ સજજડ બંધ પાળ્યો હતો આજીડેમ પોલીસ મથકનાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમા પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ રવીભાઇ વાંક, હારૂનભાઇ ચાનીયા અને સ્ટાફે આટકોટ રહેતા સીકંદર જુમાભાઇ સાંધ અને તેમનાં પુત્ર અર્શદની ધરપકડ કરી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ.

 

Tags :
crimegujaratgujarat newsSardharSardhar news
Advertisement
Next Article
Advertisement