ધ્રોલના સોયલ ટોલનાકા પાસે બે શખ્સ વિદેશી દારૂ-બિયર ભરેલી કાર સાથે પકડાયા
292 બોટલ, 24 ટીન અને બે કાર સહિત 12.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા પાસેથી એલસીબી ની ટુકડીએ વોચ ગોઠવીને બે કાર મારફતે રાજસ્થાન થી જામનગર તરફ અને ત્યાંથી ભાણવડ તરફ ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂૂ અને બીયરનો માતબર જથ્થો પકડી પાડ્યો છે, અને બે દારૂૂના ધંધાર્થીની અટકાયત કરી છે. પોલીસ દ્વારા રૂૂપિયા 12. 80 લાખની માલમત્તા કબજે કરી લેવામાં આવી છે, જ્યારે દારૂૂ ના સપ્લાયર અને રીસીવર ને ફરારી જાહેર કરાયા છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી જુદી જુદી બે કાર મારફતે ઈંગ્લીશ દારૂૂ નો માતબર જથ્થો જામનગરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, અને ત્યાંથી ભાણવડ તરફ જઈ રહ્યો છે. જે બાતમી ના આધારે એલસીબી ની ટુકડી એ ગઈકાલે રાત્રે ધ્રોલ નજીક સોયલ ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. જે વોચ દરમિયાન જી.જે.-37 જે 9510 તેમજ જી.જે. -7 બી.એન. 1420 નંબરની બે અલગ-અલગ કાર ત્યાંથી પસાર થતાં બંનેને અટકાવી હતી, અને તેની તલાશ લીધી હતી જે તલાસી દરમિયાન બંને કારમાંથી કુલ 292 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી અને 24 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે ઈંગ્લીશ દારૂૂ અને બિયરના ટીન તથા ત્રણ મોબાઇલ ફોન અને બે કાર સહિત કુલ રૂૂપિયા 12,80,724 ની માલમતા કબજે કરી લીધી છે.
જ્યારે બંને કારના ચાલક ભાણવડ તાલુકાના સેઢાખાઈ ગામના કમલેશ મેરામણભાઇ નંદાણીયા, તેમજ ભાણવડ તાલુકા ના મોટા કાલાવડ ગામના વતની નિલેશ વેજશીભાઈ કનારા ની અટકાયત કરી લીધી છે. જે બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂૂ રાજસ્થાનથી આયાત થયો હોવાનું અને ભાણવર તાલુકાના મોરઝર ગામમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે રાજસ્થાનના દારુ ના સપ્લાયર જયજતા વાઇન શોપ ના સંચાલક તેમજ દારૂૂના રીસીવર મોરઝર ગામના વિજય બગડાને ફરારી જાહેર કરાયા છે. જે અંગે ધ્રોલ પોલીસમાં મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.