હરીપર પાસે યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી બે શખ્સોએ ધોકા વડે માર માર્યો
મૂળ અમરેલી પંથકનો વતની અને હાલ કાલાવડ રોડ ઉપર હરીપર ગામના પાટીયા પાસે રૂૂમ ભાડે રાખીને રહેતા યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી બે શખ્સોએ માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ અમરેલીના બરવાળા બાવીસી ગામનો વતની અને હાલ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર હરીપર ગામના પાટીયા પાસે રૂૂમ રાખીને રહેતા હિતેશ દિનેશભાઈ ચૌહાણ નામનો 20 વર્ષનો યુવાન હરીપર ગામના પાટીયા પાસે પાનના ગલ્લે બેઠો હતો. ત્યારે ધર્મેશ અને મીત નામના બંને શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ગાળો ભાંડી હતી હિતેશ ચૌહાણએ ગાળો દેવાની ના પાડતા બંને શખ્સોએ ખુરશી અને ધોકા વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં હિતેશ ચૌહાણ કેટરર્સનું કામ કરે છે અને આરોપીની ગાડી કેટરર્સમાં ચાલે છે. આને આગળ ન બેસાડાય તેમ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જે અંગે થયેલી બોલાચાલીનો ખાર રાખી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.