ગોંડલ રોડ પર કેબીન હટાવવા મુદ્દે યુવાન ઉપર બે શખ્સનો હુમલો
શહેરમા 1પ0 ફુટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમા રહેતો યુવાન ગોંડલ રોડ પર પોતાની કેબીન પાસે હતો ત્યારે કેબીન હટાવવા મુદે બે શખસોએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ 1પ0 ફુટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમા રહેતો નૈમિષ વીનુભાઇ સાગઠીયા નામનો ર4 વર્ષનો યુવાન રાત્રીનાં સાડા નવેક વાગ્યાનાં અરસામા ગોંડલ રોડ પર કોપર ઇન્ડસ્ટ્રીઝ એરીયામા પોતાની કેબીને હતો ત્યારે હુશેન અને વિકાસ નામનાં શખસે નૈમિષ સાગઠીયાને કેબીન હટાવવા મુદે ઝઘડો માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ ઉ5રાંત અન્ય બનાવમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા બરકતીનગરમા રહેતા સાહીલ ગનીભાઇ શેખ નામનો 34 વર્ષનો યુવાન સંધ્યા ટાણે પત્નીનાં ઝઘડામા વચ્ચે પડતા અજાણ્યા શખસોએ પાઇપ વડે માર માર્યો હતો.
હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.