મોરબીના ઘુંટુ ગામે બે શખ્સોનો ખેડૂત પર હુમલો
01:44 PM Jul 28, 2025 IST
|
Bhumika
Advertisement
ઘૂટું ગામે અગાઉની બોલાચાલીનો ખાર રાખી બે ઇસમોએ વૃદ્ધ ખેડૂતને માર મારી લાકડાના ધોકા વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
Advertisement
મોરબીના ઘૂટું ગામે ડારમાડાડા મંદિર પાછળ રહેતા રતિલાલ ચતુરભાઈ દંતેસરીયા (ઉ.વ.73) વાળાએ આરોપીઓ આસિફ અલ્લારખા સેવંગીયા અને વસીમ સેવંગીયા રહે બંને ઘૂટું તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાની વાડીએથી ચાલીને પોતાના ઘરે જતા હતા ત્યારે આરોપી આસિફ અગાઉ વાડીએ ખરાબામાં ટ્રેક્ટર ચલાવવા બાબતે બોલાચાલી થયાનો ખાર રાખી ગાળો આપી લાકડાના ધોકા વડે એક ઘા મારી ફ્રેકચર જેવી ઈજા કરી હતી અને આરોપી વસીમે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
Next Article
Advertisement