ધોરાજીના ઝાંઝમેર ગામે મોબાઇલ જોવા બાબતે યુવાન ઉપર બે શખ્સોનો હુમલો
સ્કોર્પિયોમાં આવેલા બે શખ્સોએ યુવાન ઉપર સોડા બોટલના ઘા કર્યા
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે રહેતા યુવકને પાનની દુકાને મોબાઈલ જોવા બાબતે બે મિત્રો સાથે થયેલ માથાકૂટ બાદ આ બન્ને શખ્સોએ યુવાનના ઘરે આવી તેના ઘર ઉપર સોડાબોટલના ઘા કરી યુવાન ઉપર હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે રહેતા ભાવેશભાઇ ઉર્ફે જીગો નથુભાઇ બારૈયા અને તેના મીત્રો જયદિપ સાદરીયા, ચિરાગ વાછાણી તથા રોહીત વાછાણી બસ સ્ટેન્ડે પટેલ પાનના બાકડે બેઠેલ હતા ત્યારે ગામના કેવિન રતીલાલ હાંસિલયા ત્યા તેમની ફોરવ્હીલ લઇને આવેલ અને બધા મિત્રો મોબાઇલમા રીલ્સ જોતા હોય જેનો અવાજ આવતો હોય જેથી પાસે આવી ને ભાવેશને કહેલ કે મોબાઇલ બંધ કર મને અવાજ પસંદ નથી જે બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી અને કેવિન ત્યાંથી ચાલ્યો ગયો હતો. ભાવેશ અને તેના મિત્રો પણ આશરે અગીયારેક વાગ્યા ના સુમારે પોતપોતા ના ઘરે ચાલ્યા ગયેલ હતા ત્યારબાદ ભાવેશ ઘરે આવીને સુઇ ગયેલ હતો આશરે રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ કેવિન હાંસલીયાએ ફોન ઘરની બહાર બોલાવ્યો હતો અને કેવિન હાંસલીયા તથા તેનો મીત્ર સુપેડી વાળો કરણ ઘેટીયા કાળા કલરની સ્કોર્પિયો ફોરવ્હીલ લઈને ઘરની બહાર ઉભા હતા.
કેવીને તેના મિત્ર કરણને ભાવેશ ઉપર હુમલો કરવાનું કહેતા ભાવેશ કરણ સામે જોવા ગયેલ તેવામાં કેવિન હાસલિયાએ ભાવેશને માથાના ભાગે સોડાની કાચની બોટલ મારી દિધેલ બાદમાં બંનેએ ભાવેશ ઉપર હુમલો કર્યો હતો. બનાવમાં કેવીન કરણને મુકીને ફોરવ્હીલ લઇને સુપેડી તરફ ચાલ્યો ગયેલ હતો અને થોડેક દુરથી તેની ફોરવ્હીલ પાછી વાળી બીવરાવવા પાછો આવેલ હતો.આ બનાવ અંગે ભાવેશની ફરિયાદને આધારે કેવીનભાઈ હાંસલીયા તથા તેના મિત્ર કરણ ઘેટીયા સામે હુમલો કરવા અંગે ગુનો નોંધાયો હતો.