For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુવાડવા રોડ ઉપર ફેબ્રિકેશનના ધંધાર્થી પાસે ઉઘરાણી કરી બે શખ્સે માર માર્યો

04:34 PM Sep 07, 2024 IST | Bhumika
કુવાડવા રોડ ઉપર ફેબ્રિકેશનના ધંધાર્થી પાસે ઉઘરાણી કરી બે શખ્સે માર માર્યો
Advertisement

શહેરમા કુવાડવા રોડ ઉપર ફેબ્રિકેશનના ધંધાર્થી પાસે રૂૂપિયા પાંચ હજારની ઉઘરાણી કરી બે શખ્સોએ માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ લાલપરી વિસ્તારમાં રહેતા જયેશ સુબાસભાઈ સરકાર નામનો 17 વર્ષનો સગીર સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કુવાડવા હાઇવે ઉપર ઓડીના શોરૂૂમ પાસે હતો ત્યારે રવિ અને ચાંદ નામના શખ્સોએ માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જયેશ સરકારે આરોપીઓ પાસેથી ફેબ્રિકેશનનો માલ લીધો હતો. અને જેના રૂૂ.15000 રૂૂપિયા ચૂકવી દીધા હતા અને બાકીના રૂૂપિયા 5,000 ની ઉઘરાણી કરી રવિ અને ચાંદે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

Advertisement

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રૂૂખડીયાપરામાં સેન્ટ્રલ જેલ પાસે રહેતા મોહિત મોહમ્મદભાઈ પઠાણ નામનો 24 વર્ષનો યુવાન પ્ર.નગર પોલીસ સ્ટેશન પાસે હતો. ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મોહિત પઠાણે પૈસાની લેતીમા ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement