ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સગર્ભા પત્નીની સારવારના ખર્ચ કાઢવા એક માસમાં 8 ચીલઝડપ કરનાર બે સમડી ઝડપાઇ

06:05 PM Mar 04, 2025 IST | Bhumika
Advertisement

સાંજે 7થી 8 દરમિયાન માત્ર વૃદ્ધોને જ નિશાન બનાવતા, 4.52 લાખનો મુદામાલ કબજે

Advertisement

શહેરમા છેલ્લા 1 મહીનાથી સમડી ગેંગે આતંક મચાવી અલગ અલગ 8 જેટલી ચીલઝડપને અંજામ આપ્યો હતો. અંતે આ સમડી ગેંગની ક્રાઇમ બ્રાંચે પાંખો કાપી બે શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા લોહાનગરનાં શખ્સે સગર્ભા પત્નીની સારવારનો ખર્ચ કાઢવા મિત્ર સાથે મળી એક મહીનામા 8 ચીલઝડપને અંજામ આપ્યો હોય આ બંને પાસેથી રૂ. 4.પર લાખનો મુદામાલ કબજે કરવામા આવ્યો છે . માત્ર વૃધ્ધોને જ અને સાંજે 7 થી 8 વચ્ચે ચીલઝડપને અંજામ આપનાર બંને શખ્સોની રીમાન્ડ પર વિશેષ પુછપરછ હાથ ધરવામા આવશે તેમજ સુત્રધારની માતાએ મદદ કરી હોય જેનાં વિરુધ્ધ પણ ક્રાઇમ બ્રાંચ કાર્યવાહી કરશે .

મળતી વિગતો મુજબ શહેરનાં અલગ અલગ વિસ્તારોમા સાંજનાં સમયે ચીલઝડપનાં બનાવો છેલ્લા એક મહીનાથી બનતા હોય અગાઉ શહેરમા ચીલઝડપનાં બનાવો બાદ રાજય સરકારે આવા બનાવોમા લુંટની કલમ હેઠળ ગુનો દાખલ કરવાની શરુઆત કરતા છેલ્લા દસેક વર્ષથી ચીલઝડપનાં બનાવો ઓછા થયા હતા . અચાનક રાજકોટ શહેરમા ચીલઝડપનાં વધતા બનાવોમા શહેરના તાલુકા પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ વિસ્તારમા 8 જેટલા બનાવો બન્યા હોય જેનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચની ટીમ કામે લાગી હતી અને પીએસઆઇ એ. એન. પરમાર અને એમ. કે. મોવલીયાની ટીમને સફળતા મળી હતી .

એક જ મહીનામા 8 ચીલઝડપ કરનાર ગોંડલ રોડ લોહાનગરમા રહેતા સુત્રધાર સુનીલ ઉર્ફે આર્યા ભાવેશ શીયાળ (ઉ.વ. ર1 ) અને લોહાનગરના જીતેશ ઉર્ફે જીની નરેશભાઇ દુધરેજીયા (ઉ.વ. 19 ) ની ધરપકડ કરી હતી આ બંને પાસેથી સોનાની માળા, સોનાનાં 4 ચેન તેમજ સોનાનાં ચેનનો એક કટકો તથા મોટર સાયકલ સહીત રૂ. 4.પર લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે પુછપરછ કરતા જાણવા મળ્યુ કે ઝડપાયેલ સુનીલની પત્ની સગર્ભા હોય જેનાં પ્રસુતીનો ખર્ચ કાઢવા માટે સુનીલે ચીલઝડપનો પ્લાન બનાવ્યો હતો જેમા નીરાધાર તેનો મિત્ર જીતેશને સાથે લીધો હતો અને અલગ અલગ વિસ્તારમા ચીલઝડપને અંજામ આપ્યો હતો. સુનીલ અને જીતેશ બંને સાંજના સમયે 7 થી 8 ની વચ્ચે માત્ર વૃધ્ધ મહીલાઓને જ નીશાન બનાવતા હતા. સુનીલ પોતે મોટર સાયકલ ચલાવતો હતો અને પાછળ બેઠેલો જીતેશ વૃધ્ધાઓનાં ગળામા ઝોટ મારી ચીલઝડપ કરી ભાગી જતા હતા આ ગુનામા સુનીલની માતાએ પણ મદદ કરી હોય જેની પણ પોલીસ ધરપકડ કરશે. ચોરાઉ ચેનને તેની માતા વેચવાની વ્યવસ્થા કરી આપતી હતી. પકડાયેલા સુનીલ વિરુધ્ધ રાજકોટ કુવાડવા રોડ, આજીડેમ, માલવીયા, એ ડીવીઝન અને જામનગરમા લુંટ અને હત્યાની કોશીષ સહીતનાં ગુના નોંધાયેલા છે જયારે જીતેશ વિરુધ્ધ ભકિતનગરમા લુંટનો ગુનો નોંધાયેલો છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા અને ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચનાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઈ સીે.એચ.જાદવ સાથે ટીમનાં પીએસઆઇ એ. એન. પરમાર, એમ. કે. મોવલીયા, વી. ડી. ડોડીયા, જલદીપસિંહ વાઘેલા, હરદેવસિંહ જાડેજા, અશોક કલાલ, રણજીતસિંહ પઢારીયા, કૃષ્ણદેવસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા, હરસુખભાઇ સબાડ, રાજેશભાઇ જળુ, દીપકભાઇ ચૌહાણ, સંજયભાઇ રુપાપરા, સુભાષ ઘોઘારી, પ્રદિપસિંહ જાડેજા, સંજયભાઇ ખાખરીયા સહીતનાં સ્ટાફે કામગીરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement