ભાવનગર રોડ પરથી ચાંદીના કડાની લૂંટ કરનાર બે શખ્સો ઝડપાયા
03:52 PM Sep 04, 2025 IST
|
Bhumika
Advertisement
ભાવનગર રોડ ઉપર આવેલી મહાનગરપાલિકાની ઓફિસ પાસેથી ચાલીને જતાં યુવાનના હાથમાંથી ચાંદીના કડા સાથેની થેલી ની ચીલઝડપ કર્યાનો ગુનો પોલીસમાં નોંધાયો હતો. આ ઘટનામા થોરાળા પોલીસ સ્ટેશનનાં પીઆઇ એમ. જી વાઘેલાની રાહબરીમા પીએસઆઇ મહેશ્ર્વરી, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, ધર્મેન્દ્રભાઇ ગઢવી , નીલેશભાઇ ચૌહાણ અને હસમુખભાઇ નીનામા સહીતનાં સ્ટાફે ચાંદીનાં કડાની ચીલઝડપ કરનાર જંગલેશ્ર્વર શેરી નં 1પ મા રહેતા સંજય શંકરલાલ રાજાણી અને મોરબી રોડ જકાત નાકા પાસે રપ વારીયામા રહેતા રમેશભાઇ છગનભાઇ સરલીયાને ઝડપી પાડયા હતા.
Advertisement
અને તેમની પાસેથી ચાંદીનુ કળુનો ટુકડો , પ મોબાઇલ સહીત રૂ. 6ર હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો . ઝડપાયેલા સંજય રાજાણી વિરુધ્ધ અગાઉ જુગાર અને ચીલઝડપ સહીત કુલ 9 ગુના પોલીસમા નોંધાઇ ચુકયા છે.
Next Article
Advertisement