જામનગરમાં રિક્ષામાં બેસાડી પરપ્રાંતીય યુવકને લૂંટી લેનાર બે શખ્સો ઝડપાયા
જામનગર શહેરમાં લૂંટને અંજામ આપનાર બે શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂૂપિયા, મોબાઇલ ફોન તથા રીક્ષા મળી કુલ રૂૂ.58,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ગત તા.02/08/2025ના રોજ ફરિયાદી નન્હેકુમાર બાબુલાલ રાજવર (રહે. ઉષ બજાર, થાના રૂૂદ્રપુર, જિ.દેવરીયા, ઉત્તરપ્રદેશ, હાલ ખંડેરા, તા.કાલાવડ, જિ.જામનગર) પોતાના વતનથી રાજકોટ થઈ જામનગર એસટી ડેપો ખાતે આવ્યા હતા. ત્યાં તેમણે એક અજાણ્યા વ્યક્તિને જમવાનું ગોતી આપવાનું કહેતા, તે વ્યક્તિએ એક રીક્ષા ચાલકને બોલાવ્યો હતો.
બંને જણાએ ફરિયાદીને રીક્ષામાં બેસાડી પ્રદર્શન ગ્રાઉન્ડમાં અંધારામાં લઈ ગયા હતા. ત્યાં તેમણે ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી જમીન પર પછાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી ઓપો કંપનીનો મોબાઇલ ફોન, રોકડા રૂૂ.4,800 તથા પાકીટ બળજબરીથી લૂંટી લીધા હતા.
પોલીસે બનાવવાળી જગ્યાની મુલાકાત લઈ, સીસીટીવી ફૂટેજ ચેક કરી, ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી તપાસ હાથ ધરી હતી. એલસીબી સ્ટાફના કાસમભાઇ બ્લોચ, યુવરાજસિંહ ઝાલા તથા રૂૂષીરાજસિંહ વાળાને મળેલ ખાનગી માહિતીના આધારે જામનગર શહેરમાં વિક્ટોરીપુલથી નુરી ચોકડી તરફ જતા રોડ ઉપર જાગનાથ સોસાયટી સામેથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં યોગેશભાઇ ઉર્ફે કાનો રમેશભાઇ મકવાણા (રહે. ધરારનગર-2, આવાસ કોલોની બ્લોક નંબર-7/10, જામનગર) અને અજયભાઇ ઉર્ફે કાળીયો જેન્તીભાઇ રાઠોડ (રહે. શંકરટેકરી, પાણીના ટાકા પાસે, જામનગર)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી એક ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂૂ.4,000, રોકડ રૂૂપિયા 4,800 અને સીએનજી રીક્ષા કિ.રૂૂ.50,000 મળી કુલ રૂૂ.58,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ એએસઆઈ દિલીપભાઇ તલાવડીયાએ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફ મોકલી આપ્યા છે.