For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદના શિવ મંદિરનું સરનામું પૂછીને ખેડૂતને લૂંટી લેનારા બે શખ્સો ઝડપાયા

12:44 PM Jun 09, 2025 IST | Bhumika
હળવદના શિવ મંદિરનું સરનામું પૂછીને ખેડૂતને લૂંટી લેનારા બે શખ્સો ઝડપાયા

હળવદના જીવા ગામના વતની અરજણભાઈ રણછોડભાઈ નામના ખેડૂતને ગત તા.-3 ના રોજ ઢવાણા ગામના પાટિયા પાસે કારમાં આવેલા બે શખ્સે શિવ મંદિરનું સરનામું પૂછવાના બહાને રોકી તેમની પાસે રહેલા રૂૂ.- 1.22 લાખની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી.
જે બાદ સ્થાનિક પોલીસ અને એલસીબીની અલગ-અલગ ટીમ આરોપીઓની શોધખોળ કરી હતી, આ દરમિયાન એલસીબી ટીમના ઈશ્વર કલોતરા અને ભરતભાઈ ઝીલરીયાને બાતમી મળી હતી કે, બનાવ સમયે ઘટના સ્થળે જોવા મળેલી ગ્રે કલરની કાર વાંકાનેરના ભોજપરાના વતની ધારુનાથ અને બહાર્દુરનાથની હોય જે બન્ને શખ્સ હાલ રાતાભેરથી માથક જવાના રસ્તે જઈ રહ્યા છે.

Advertisement

આ બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી ૠઉં-36-અઉં-6957 નંબરની કારમાથી બંને શખ્સને રૂૂ. 1.20 લાખ રોકડા સાથે ઝડપી લીધા હતા. તેમજ લુંટમાં વપરાયેલી કાર સહીત કુલ રૂૂ.5.20 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપી બહાર્દુરનાથ સુરમનાથ અગાઉ વાંકાનેર સીટી અને વાંકાનેર તાલુકામાં છેતરપીંડી, ધાક ધમકી, જાહેર સુલેહભંગ અને ટ્રાફિક નિયમન ભંગ સહિતના ગુનામાં જ્યારે આરોપી ધારુનાથ ઝવેરનાથ ધોરાજી ખાતે ચોરીના ગુનામાં અને જામજોધપુરમાં છેતરપીડીના ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement