કસ્ટમના નકલી અધિકારીનો સ્વાંગ રચી સ્ક્રેપના વેપારી સાથે દોઢ કરોડની છેતરપિંડી કરનાર બે શખ્સો ઝડપાયા
યાજ્ઞિક રોડ પર અજય એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ રોડ પર સ્ક્રેપનો વેપાર કરતા વેપારીને કચ્છમાં લીઝ પર સરકારી પ્લોટ અપાવી દેવાની લાલચ આપી નકલી કસ્ટમ અધિકારી સાથે મુલાકાત કરાવી એક મહિલા સહિત અમદાવાદની ત્રિપુટીએ દોઢ કરોડની છેતરપિંડી કર્યાની આથિક ગુના નિવારણમાં થયેલી અરજી બાદ આ મામલે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી બેની ધરપકડ કરી છે.મહિલાની શોધખોળ શરૂૂ કરી છે.
મળતી વિગતો મુજબ અજય એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ રોડ પર આકાંક્ષા કોમ્પ્લેક્સમાં શ્રીપદ્મ કોર્પોરેશન નામની પેઢીમાં સ્ક્રેપના માલનું કમિશનનું કામ કરતા ભાર્ગવભાઇ ધીરૂૂભાઇ જોષીએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે અમદાવાદનો મધુર અશોકભાઇ અગ્રાવત, પ્રફુલ જગદીશભાઇ અગ્રવાલ અને મીતલબેન રિતેશભાઇ પટેલનું નામ આપ્યું છે, ભાર્ગવભાઇ ધીરૂૂભાઇ જોષીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં તેના ઓળખીતા જૂનાગઢના જયદેવભાઇ નિમાવત મારફતે મધુર અગ્રાવત સાથે પરિચય થયો હતો અને ધંધા બાબતે મધુર સાથે ફોનમાં વાતચીત થતી હતી. દરમિયાન મધુરે વાત કરી હતી કે, કસ્ટમ વિભાગમાં આપણા ઓળખીતા છે. અને તમને એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા માટેનું લાઇસન્સ કઢાવી આપીશ અને કચ્છમાં કંડલા ખાતે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું યુનિટ ભાડા પેટે રાખવાની વાત થતી હોય જેથી મધુરભાઇએ લાઇસન્સ કઢાવી આપવાનું કહ્યું હતું. ત્યારબાદ મધુરભાઇએ તેને ફોન કરી અમદાવાદમાં ધીરેન રાવલ કસ્ટમના અધિકારી છે અને મારા ઓળખીતા હોય તમારા લાઇસન્સ તેમજ યુનિટ ભાડા પેટે રાખવાની વાત કરી અને તે અપાવી દેશે અને આ પ્રક્રિયામાં તમારે દોઢેક કરોડનો ખર્ચ થશે તેમ વાત કરી હતી.
મધુરે તેની પાસેથી કટકે-કટકે કુલ રૂૂ.1.50 કરોડની ઠગાઇ કરી હોવાનું માલુમ પડ્યું હતું જે બાબતે ભાર્ગવભાઇ જોષીએ આર્થિક ગુના નિવારણ સેલમાં કરેલી અરજી બાગ ભાર્ગવભાઇ જોષીની ફરિયાદને આધારે પીએસઆઇ આર.કે. જાડેજા અને તેમની ટીમે તપાસ કરી મધુર અશોકભાઇ અગ્રાવત અને પ્રફુલ જગદીશભાઇ અગ્રવાલની ધરપકડ કરી જયારે મીતલબેન રિતેશભાઇ પટેલની શોધખોળ શરૂૂ કરી છે.