પટેલવાડીના મકાનમાં ચોરી કરનાર ચીખલીગર ગેંગના બે શખ્સો ઝડપાયા
જામનગરમાં બંધ રહેલા એક મકાનમાંથી રૂૂ.2 લાખ 55 હજારની કિંમતની માલમત્તાની ચોરી થવા પામી હતી. આ ગુનાનો ભેદ જામનગર એલસીબી પોલીસ દ્વારા ઉકેલી લેવામાં આવ્યો છે. અને ચીખલીકર ગેંગના બે સભ્યોની ચોરીના મુદ્દા માલ સાથે ધરપકડ કરી છે.
ગત તા-17/06/2025 થી તા-05/07/2025ના દરમ્યાન હિનાબેન દિપકભાઈ ભટ્ટના બંધ રહેણાક મકાનમાં કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજાનું તાળુ તોડી કબાટમાથી સોના, ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ મુદામાલ રૂૂ.2,55,000ની માલમત્તાની ચોરી કરી લઇ જતા પોલીસ માં ફરિયાદ નોંધાઈ હતી.
જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ..પી.એન.મોરી તથા પો.સ.ઇ. , સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો ધ્વારા બનાવ સ્થળની વિઝીટ કરવામા આવેલ,અને સી.સી ટીવી ફુટેજ ચેક કરી જરૂૂરી વર્ક આઉટ કરી, જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન એલ.સી.બી.ના સ્ટાફને બાતમી મળેલ કે, ઘરફોડ ચોરી કરનાર મહેન્દ્રસિંહ ઉધમસિંહ સરદારજી અને બલરામસિંગ ચંદાસિંગ સરદારજી (રહે.જામનગર વાળા) સંડોવાયેલ છે. અને મોટર સાયકલ નં જી.જે.03 એલ.એન.7468 સાથે જામનગર શહેરમાં બેડેશ્વર ઓવર બ્રિજ નીચે રેલ્વે ફાટક પહેલ રોડ ઉપર મુદામાલ સાથે ઉભા છે .અને ચોરીનો મુદામાલ સાથે લઇ જામનગર શહેરમાં દાગીના વેચવા માટે આવનાર છે .તેવી બાતમી આધારે એલસીબી પોલીસે બંનેને પકડી પાડી તેઓ પાસે થી ચોરીમા ગયેલ મુદામાલ કબ્જે કર્યો હતો.
આરોપીઓ મહેન્દ્રસિંહ ઉધમસિંહ ખીચી (જાતે સરદારજી ઉ.વ. 3ર ધંધો રીક્ષા ડ્રાઇવિંગ તથા ભૂંડ પકડવાનો રહે.ગરીબનગર પાણાખાણ રોડ ઉપર બેડી જામનગર) અને બલરામસિંગ ચંદાસિંગ ટાંક (જાતે સરદારજી ઉં.વ.28 ધંધો ભૂંડ પકડવાનો રહે. રંગપર ગામના પાટીયા પાસે જામનગર રોડ રાજકોટ ) પાસેથી ચોરી કરેલ સોના દાગીના 16 ગ્રામ કિ.રૂૂ 1,05,000., ચાંદીના દાગીના 600 ગ્રામ કિ.રૂૂ 40,000, રોકડ રકમ .રૂૂ.20,000, ઉપરાંત એક મોટર સાયકલ કિ.રૂૂ.50,000 અને મોબાઇલ ફોન-2 કિ.રૂૂ 10,00,0 કબજે લેવામાં આવ્યાં છે.આ ગુનામાં વધુ એક આરોપી હીરાસિંગ લક્ષ્મણસિંગ પટવા (રહે. બાવળા ગામ અમદાવાદ)નું નામ ખુલવા પામ્યું છે જેને પોલીસ શોધી રહી છે. આરોપી ઓ ચીખલીગર ગેંગના સભ્યો છે. અને દિવસ દરમ્યાન ભુંડ પકડવાના કામના બહાને શહેરો/ગ્રામ્ય વિસ્તારમાં ફરી દિવસ દરમ્યાન બંધ રહેણાક મકાન ની રેકી કરી, રાત્રી દરમ્યાન બંધ મકાનના મા પ્રવેશી દરવાજાના તાળા તથા મકાનની ગ્રીલ તોડી ચોરી ને અંજામ આપેલ છે.