ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમિત ખુંટને દુષ્કર્મના કેસમાં સંડોવી દેવા ષડયંત્ર રચનાર બે વકીલની ધરપકડ

11:48 AM May 08, 2025 IST | Bhumika
Advertisement

દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી અને તેની સહેલીને સારી નોકરી અને જરૂરિયાત મુજબના રૂપિયા આપવાની લાલચ આપી હતી

Advertisement

રીબડા નાં ચકચારી બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં પોલીસે પુજા રાજગોર તથા સગીરાની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી પુજા રાજગોર ને ગોંડલ ની કોર્ટ માં રીમાંન્ડ માટે રજુ કરતા કોર્ટ દ્વારા બે દિવસ નાં રિમાન્ડ મંજુર કરાયાછે.પોલીસે ગોંડલ નાં એડવોકેટ દિનેશ પાતર તથા રાજકોટ નાં સંજય પંડીતની પણ ચકચારી મામલે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. આ મામલે એક સોશિયલ મીડિયાના ન્યુઝ ચેનલના પત્રકારનુ નામ પણ ખુલ્યું છે.પ્રાપ્ત વિગત મુજબ રીબડા ગામે રહેતા અમિતભાઇ દામજીભાઇ ખુંટે રીબડા ગામની સીમ માં આવેલ પોતાની વાડી પાસે ગળેફાસો ખાઇ આપઘાત કર્યા ની ઘટના માં અમીતે પહેરેલ કપડા માંથી સુસાઇડ નોટ મળી આવી હતી.

જેમા રીબડા ગામ ના અનિરૂૂધ્ધસિહ જાડેજા તથા તેમના પુત્ર રાજદિપસિહ જાડેજા તથા પુજા રાજગોર તથા એક સગીરા સહીત ચાર વિરૂૂધ્ધ આક્ષેપ કરાયા હોય અમીત ના ભાઇ મનીષભાઇ દામજીભાઇ ખુંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરતા તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, પીઆઈ એ.સી.ડામોર, એ.ડી. પરમાર ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પેરોલ ફર્લો તથા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ ની અલગ-અલગ ટીમો બનાવી આરોપી રાજકોટની પુજા જેન્તીભાઈ રાજગોર તથા કાયદા ના સંઘર્ષ માં આવેલ બાળ કિશોરી ની ધરપકડ કરવા માં આવી હતી.

પોલીસે બન્ને ની ઉંડાણપુર્વક પુછપરછ કરતા પુજા રાજગોરે જણાવેલ કે એક વ્યક્તિએ પોતાની પાસે આવી અને જણાવેલ કે, તમારે રીબડાના અમિત ખુંટ નામની વ્યક્તિ સાથે સોશ્યલ મીડીયા ના માધ્યમ થી મિત્રતા પ્રેમ સંબંધ કેળવી અને તેની સાથે શરીર સબંધ બાંધી ખોટી બળાત્કાર ની ફરીયાદ કરવાની છે અને અમોને જણાવેલ કે આ બદલા માં તમારી લાઇફ બની જશે અને સારા માં સારી જોબ પણ મળી જશે અને બન્ને ને પૈસા ની જરૂૂરીયાત હોય જેથી આ કામ કરવા માટે તૈયાર થયેલ અને વધુ મા જણાવેલ કે ફરીયાદ ના સમયે મારા વકીલો સંજય પંડીત તથા દિનેશ પાતર જેઓને તમામ વિગત ખબર છે જેથી તેઓ શરૂૂઆત થી અંત સુધી તમારી સાથે રહેશે અને તેઓ જે રીતે કહે તે રીતે તમારે પોલીસ ફરીયાદ લખાવવાની છે તેવુ પુર્વ આયોજીત કાવતરૂૂ રચેલ હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામતા રાજકોટના સંજયભાઇ હેમતભાઇ પંડીત રહે રાજકોટ તથા ગોંડલના દિનેશભાઇ પાલાભાઈ પાત્તરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.દરમિયાન પોલીસે પુજા ગોર ને ગોંડલ ની એડી.ચિફ. જ્યુડી.મેજિસ્ટ્રેટ મેહુલ પરમારની કોર્ટ માં સાત દિવસ નાં રિમાન્ડની માંગ સાથે રજુ કરતા કોર્ટે બે દિવસ નાં રિમાન્ડ મંજુર મંજુર કર્યા હતા. આ સમગ મામલે એક એક્સ નામની વ્યક્તિ જે બહુબલીથી ખુબ નજીક છે તેનું નામ પણ સામે આવ્યુ છે ઉપરાંત રાજકોટમાં રહેતા અને એક સોશિયલ મીડિયા ચેનલ ચલાવતા કથિત પત્રકારની પણ સંડોવણી ખુલી છે. ત્યારે આ મામલે પોલીસ આગામી દિવસોમાં વધુ લોકોની ધરપકડ કરે તેવી શક્યતા છે.

Tags :
Amit Khunt rape casecrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement