ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સ્કૂલ સંચાલક પાસે ખંડણીની માંગણી કરવાના ગુનામાં સંડોવાયેલા બે પત્રકાર જામીન મુક્ત

04:25 PM May 26, 2025 IST | Bhumika
Advertisement

અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 25 લાખની માગણી કર્યાની ચાર સામે ફરિયાદ નોંધાઇ’તી

Advertisement

રાજકોટમાં નામાંકિત સ્કલ સંચાલકના અંગત પળોનો વિડીયો વાયરલ કરી રૂૂ.25 લાખની ખંડણીની માંગણી કરવાના ગુનામાં સંડોવાયેલા બે પત્રકારોને કોર્ટ દ્વારા શરતોને આધીન જામીન મુક્ત કરવામાં આવ્યા છે.
આ કેસની હકીકત મુજબ શહેરમાં ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં આવેલી નામાંકિત સ્કલ સંચાલકના અંગત પળોનો વિડીયો વાયરલ કરી રૂૂ.25 લાખની ખંડણીની માંગણી કર્યાની ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ મળતા પોલીસે આરોપી આશિષ ડાભી, એજાજ અને ધર્મેશને ઝડપી લીધા હતા. અને પોલીસે ફરીયાદીની શૌક્ષણીક સંસ્થામાં સી.સી.ટી.વી ફીટ કરનાર માણસ સહિત ચારેય સામે ગુનો દાખલ કરી જેલ હવાલે કર્યા હતા.

જે કેસમાં એજાજ અને ધર્મેશના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, હાલના બંને આરોપીઓએ ફરિયાદીનો ડાયરેક્ટ સંપર્ક કરેલ નથી કે ફરિયાદીને ડરાવી-ધમકાવીને ફરિયાદી પાસે લાખો રૂૂપિયાની કહેવાતી ખંડણીની કોઈ રકમની માંગણી કરેલ ના હોઈ તેવા સંજોગોમાં આરોપીઓ વિરુદ્ધ દસ વર્ષની સજાને પાત્ર કહેવાતી ખંડણીનો પ્રાયમાં ફેસી કેસ બનતો નથી તેવા સંજોગોમાં પોલિસ દ્વારા બી.એન.એસ.-35 નું પાલન કરવામાં આવેલું નથી તેમજ આરોપીઓને ગ્રાઉન્ડ ઓફ અરેરેસ્ટની કોઈ જાણ કરવામાં આવેલ ના હોઈ તથા પોલીસ દ્વારા આરોપીઓની ઊંડાણ-પૂર્વક તપાસને બદલે મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફેરેન્સ કરી સમય વ્યથિત કરવામાં આવેલ હોઈ અને આરોપીઓની વિશેષ પોલીસે કસ્ટોડિયની માંગણી પણ કરવામાં આવતી નથી કે ફરિયાદીના બિભસ્ત વિડિઓ સામે ફરિયાદી વિરુદ્ધ કોઈ પણ પગલાં લેવામાં આવેલ નથી અને ફરિયાદી દ્વારા શિક્ષા મંત્રાલય દ્વારા બહાર પડેલ ગાઈડલાઇન્સનું પણ પાલન કરવામાં આવતું નથી તેવા સંજોગોમાં જયારે હાલનો કહેવાતો ગુનો તે મેજિસ્ટ્રેટે ટ્રાયેબલ ગુનો હોઈ તો મેજિસ્ટ્રેટને આરોપીને જામીન મુક્ત કરવા પૂરતી સાત હોઈ તેવા સંજોગોને ધ્યાને લઈને આરોપીઓને તાત્કાલિક જમીન મુક્ત કરવા જોઈએ તેવી વિસ્તૃત રજૂઆતો સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ ટાંકીને કરેલી હતી. જે ધ્યાને લઈ કોર્ટે એઝાઝ તથા ધર્મેશને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસમાં એઝાઝ તથા ધર્મેશ વતી રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રિપન ગોકાણી, જશપાલસિંહ જાડેજા, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગિયા, નદીમ ધંધુકિયા, વિશાલ કૌશિક, ભૂમિકા નંદાણી, દીવ્યમ દવે, નૈમિષ રાદડિયા અને કેવિન ભીમાણી રોકાયા હતા.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement