સરધાર પાસેથી રૂા.4.10 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ટ્રાવેલ્સના ધંધાર્થી સહિત બે ઝડપાયા
રાજકોટ - ભાવનગર હાઇવે પર સરધાર પાસેથી એસઓજીની ટીમે રૂ. 4.10 લાખનાં 41 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ટ્રાવેલ્સનાં ધંધાર્થી સહીત બે શખસોની ધરપકડ કરી રૂ. 14.30 લાખનો મુદામાલ કબજે કર્યો હતો તપાસમા આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવ્યો હોવાનુ ખુલતા તેની શોધખોળ શરુ કરવામા આવી છે.
મળતી વિગતો મુજબ રાજકોટમા યુવાધનને ડ્રગ્સનાં રવાડેથી બચાવવા એસઓજી દ્વારા પેડલરો વિરુધ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. એસઓજીની ટીમને મળેલી બાતમીનાં આધારે રાજકોટ - ભાવનગર હાઇવે પર સરધાર પાસેથી ક્રેટા કારમા આવતા બે શખસોને અટકાવવામા આવ્યા હતા તપાસ કરતા આ બંને પાસેથી રૂ. 4.10 લાખનો 41 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યુ હતુ . રેલનગરમા આસ્થા ચોક પાસે નીલકંઠ પાર્કમા રહેતા ટ્રાવેલ્સનાં ધંધાર્થી વિજયસિંહ મોહનસિંહ વાઘેલા ઉ5રાંત આજી વસાહત ખોડીયાર નગર 33 મા રહેતા જગદીશ ભુપત ભોજકની ધરપકડ કરી રૂ. 14.30 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ ડ્રગ્સ રાજસ્થાનનાં જોધપુરનાં ભાવેશસિંહ રાજપુત નામના શખસનુ નામ ખુલ્યુ હતુ જેની ધરપકડ માટે તજવીજ હાથ ધરાઇ છે. જગદીશ સામે થોરાળા, ગાંધીગ્રામ અને તાલુકામા 4 ગુના જયારે વિજયસિંહ વિરુધ્ધ 3 ગુના નોંધાયેલા હોવાનુ જાણવા મળ્યુ છે.
એસઓજીનાં પીઅઆઇ એસ એમ. જાડેજા સાથે પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, ફીરોજભાઇ રાઠોડ , અરવિંદભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મૌલીકભાઇ સાવલીયા, દિગ્વિજયસિંહ ગોહીલ , યોગેન્દ્રસિંહ ઝાલા અને નરપતસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.