For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મવડી ચોકડી પાસે બે હોમગાર્ડ જવાન સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતા હતા, સંચાલક સહિત ત્રણ ફરાર

04:22 PM Dec 09, 2025 IST | Bhumika
મવડી ચોકડી પાસે બે હોમગાર્ડ જવાન સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતા હતા  સંચાલક સહિત ત્રણ ફરાર

શહેરમાં સ્પાના ઓઠા નીચે વધુ એક કૂટણખાના ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. મવડી ચોકડી નજીકની સોસાયટીમાં આવેલાં નિલા સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે એએચટીયુની ટીમે દરોડો પાડી કૂટણખાનું પકડી પાડયું હતું.આ સ્પા કમ કૂટણખાનું તાલુકા પોલીસ મથકમાં જ નોકરી કરતો હોમગાર્ડનો જવાન ઋષિ સુરેશ જાની, અગાઉ હોમગાર્ડમાં ફરજ બજાવતો સુનિલ નાથાભાઈ ચાવડા અને કાર લે-વેચનું કામ કરતો વિશાલ ચલાવતા હતા.આ ત્રણેય આરોપીઓ હાજર નહીં મળતાં વોન્ટેડ દર્શાવાયા છે.

Advertisement

હોમગાર્ડનો જવાન ઋષિ પોતે તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતો હોવાથી તેને ખાત્રી હતી કે તેના સ્પા ઉપર રેઈડ નહીં પડે. આમ છતાં તેણે પોતાના સ્ટાફને પોલીસની ગતીવીધીઓ ઉપર નજર રાખવા માટે સૂચના આપી દીધી હતી. એએચટીયુની ટીમે ડમી ગ્રાહકને મોકલતાં તેની પાસેથી રૂૂા. 1,000 એન્ટ્રી ફીના અને એકસ્ટ્રા સર્વિસ માટે રૂૂા. 2,000 વસૂલાયા હતા.તે સાથે જ ખાત્રી થતાં એએચટીયુની ટીમે દરોડો પાડી હાઉસકિપર તરીકે કામ કરતાં સુશાંત પદમ સરકી (ઉ.વ. 25, રહે. લાભમૂળ એપાર્ટમેન્ટ, અમરનાથ પ્લોટ-1, કાલાવડ રોડ) અને રિસેપ્સનિષ્ટ ગુંજાદેવી કિશન શાહ (ઉ.વ. 39, રહે. મૂળ દિલ્હી)ની ધરપકડ કરી હતી. સ્પામાંથી દિલ્હીની બે અને પશ્ચિમ બંગાળની એક મળી કુલ ત્રણ રૂૂપલલના મળી આવી હતી.

પાંચ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂા. 25,459 નો મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસ મથકમાં એએચટીયુની ટીમે ગુનો દાખલ કરાવ્યો હતો. આ સ્પા કમ કૂટણખાનું છેલ્લા 2 વર્ષથી ચાલતું હોવાની શકયતા દર્શાવાઈ છે. સંચાલક ઋષિ હોમગાર્ડનો જવાન હોવાથી પોલીસની ધોંસ હોવા છતાં કૂટણખાનું ચાલુ રાખ્યાનું તારણ નીકળ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા ચાર માસમાં 16 સ્પા અને હોટલોમાંથી કૂટણખાના પકડાયા છે.આ કામગીરી એએચટિયુંના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ, પીએસઆઇ ગૌસ્વામી,જીગ્નેશભાઈ મારુ,ભૂમિકાબેન ઠાકર અને શાતુબેને કરી હતી.આ મામલે પીઆઇ ઝણકાટે તમામ સ્પા સંચાલકોને ચેતવી જવા અને દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોય તો બંધ કરી દેવા જણાવ્યું હતું. પોલીસ સુત્રોમાં જાણવા મળ્યું છે કે એએચટીયુ બ્રાન્ચ તરફથી છેલ્લા ચાર મહીનામાં 16 જેટલા સ્પામાં દરોડા પાડયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement