For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૂરજકરાડીના દારૂ પ્રકરણના બે રીઢા ગુનેગારોને પાસા તળે જેલ હવાલે કરાયા

11:57 AM Apr 10, 2025 IST | Bhumika
સૂરજકરાડીના દારૂ પ્રકરણના બે રીઢા ગુનેગારોને પાસા તળે જેલ હવાલે કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો સામે સમયાંતરે પોલીસ તંત્ર દ્વારા પાસા સહિતની કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે જિલ્લા એલસીબી પોલીસે દારૂૂની હેરાફેરી સાથે સંકળાયેલા સુરજકરાડીના બે શખ્સોને પાસાની કાર્યવાહી બાદ અલગ અલગ જેલ ખાતે મોકલી આપ્યા હતા. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા દેશી-વિદેશી દારૂૂ સાથે સંકળાયેલા બુટલેગરો, ભૂમાફિયાઓ, ખનીજ માફીયાઓ તેમજ કુખ્યાત જુગારીઓ જેવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા એલસીબી પોલીસને સૂચના આપવામાં આવી છે. જેને અનુલક્ષીને એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા આવા શખ્સોના ગુનાહિત ઇતિહાસની માહિતી મેળવીને પાસા સહિતના પગલાંઓ લેવામાં આવે છે.આ કાર્યવાહીમાં ઓખા મંડળના સુરજકરાડી ખાતે રહેતા ધવલ અશોકભાઈ અરીલા (ઉ.વ. 27) અને જીગર સાગરભાઈ પંડ્યા (ઉ.વ. 24) નામના બે શખ્સો કે જેની સામે સમયાંતરે પ્રોહીબીશનના જુદા જુદા ચાર-ચાર ગુનાઓ નોંધાયા છે. આવા શખ્સોની જરૂૂરી માહિતી સાથેની દરખાસ્ત જિલ્લા કલેક્ટર શ્રી આર.એમ. તન્ના સમક્ષ મૂકવામાં આવતા પ્રોહી. બુટલેગરો ગુનાહિત પ્રવૃત્તિ કરતા અટકે તેવા હકારાત્મક અભિગમને ધ્યાને લઈને કલેક્ટર દ્વારા પાસાની દરખાસ્તના દસ્તાવેજોનો ઊંડાણપૂર્વક અભ્યાસ-અવલોકન કરીને બંનેના પાસાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. બાદમાં આરોપી ધવલ અરિલાને પાલારાની ખાસ જેલ (ભુજ-કચ્છ) ખાતે તેમજ જીગર પંડ્યાને સુરતની લાજપોર જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરી હતી.આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, પી.આઈ. એ.એલ. બારસીયા, ટી.સી.પટેલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, ડી.એન. વાંઝા, એસ.વી. કાંબલીયા, નાયબ મામલતદાર નિલેશભાઈ કરમુર, વિપુલભાઈ ડાંગર, સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, અરજણભાઈ મારુ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement