ખોડિયારપરામાં વૃદ્ધાના મકાનમાંથી બે બકરીની ચોરી: ચાર શખ્સોએ છ હજારમાં એક વેચી દીધી
શહેરના પારેવડી ચોક પાસે ખોડીયારપરામાં રહેતા વૃધ્ધાના મકાનમાં પ્રવેશ કરી અગાશી પર રાખેલ બે બકરીની ચોરી કરનારા ચાર શખ્સોને બી-ડીવીઝન પોલીસે પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ ખોડીયારપરા શેરી નં. ર માં રહેતા રંજનબેન હરીભાઇ મકવાણા (ઉ.વ. 6પ) એ બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં પોતે એકલા રહે છે. અને પોતાના કુટુંબીજનો આજુબાજુમાં રહે છે. તા. 11 ના રાત્રે પોતે પોતાના રૂૂમમાં સુતા હતા ત્યારે વહેલી સવારે ફળીયામાં અવાજ આવતા પોતે રૂૂમની બહાર નીકળતા ત્રણ અજાણ્યા શખ્સોને જોતા પોતે દેકારો મચાવતા ત્રણેય શખ્સો ફળીયાની દિવાલ કુદી ભાગી ગયા હતા. દેકારો સાંભળી બાજુમાં રહેતા કુટુંબીકભાઇ જાગીને ડેલી ખોલવા જતા તેની ડેલી પણ બહારથી બંધ હતા. બાદ કોઇએ ડેલી ખોલતા તે પોતાના ઘરે આવીને પુછતા પોતે તેને વાત કરી હતી.બાદ પોતે અગાશી પર તપાસ કરતા અગાશી પર પાંચ બકરીઓમાંથી બે બકરીઓ જોવા ન મળતા ત્રણ શખ્સો રૂૂા. 3પ000 ની કિંમતની બે બકરી ચોરી ગયાની ખબર પડી હતી.
બનાવ અંગે પોતે બી-ડીવીઝન પોલીસમાં જાણ કરતા પી.એસ.આઇ. એ.બી. ચૌધરી સહિતના સ્ટાફે વૃધ્ધાની ફરિયાદ દાખલ કરી સીસીટીવી કેમેરા જોતા તેમાં એક ઇકો કારમાં પાંચ શખ્સો દેખાતા પોલીસે બાતમીના આધારે ઇકો ચાલક સોહિલ સિકંદરભાઇ શાહમદાર (ઉ.વ. ર1) (રહે. જામનગર રોડ ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર), વિક્રમ દાનાભાઇ ચૌહાણ (ઉ.વ.ર0), રાહુલ ઉર્ફે પ્રકાશ જેસીંગભાઇ ચૌહાણ (ઉ.વ. ર3) (રહે. બન્ને આજીડેમ ચોકડી યુવરાજનગર પાસે ઝુપડામાં) અને ભુરો શામજીભાઇ સિંઘવ (ઉ.વ. ર9) (રહે. વેલનાથપરા બ્રીજ પાસે ઝુપડામાં) ને પકડી લઇ એક બકરી કબ્જે કરી હતી. પોલીસની પુછપરછમાં ચારેય શખ્સો મજુરી કરે છે. ચારેય શખ્સોએ બે બકરી ચોરી કર્યા બાદ એક બકરી રૂૂા. 6 હજારમાં વેંચી નાખી હતી બાદ ચારેય શખ્સોએ મહેફીલ માણી પૈસા વાપરી નાખ્યા હોવાનું જાણવા મળ્યુ છે.