પ્રોજેકટ અને સ્ક્રીન ખરીદીના નામે બે ગઠિયાની 7.50 લાખની ઠગાઈ
ઢેબર રોડ પર જૂના જકાતનાકા પાસે ન્યુ લાલબહાદુર સોસાયટીમાં રહેતાં અને ગોંડલ રોડ પર ઈલોરા કોમ્પેક્ષમાં સ્ટાર ટેકનોલોજી નામની કાકા ચંદ્રકાંતભાઈની પ્રોજેકટર અને પ્રોજેકટર સ્ક્રીન વેંચવાની દુકાનમાં કામ કરતા ચીરાગભાઈ બિપીનભાઈ ડાકી (ઉ.વ.25) સાથે મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે કોસ્મો કોમ્પલેક્ષમાં કોમ્પ્યુટરની ઓફિસ ધરાવતા બે શખ્સોએ રૂૂા.7.49 લાખની છેતરપિંડી કર્યાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
માલવીયાનગર પોલીસે આ અંગે મૂળ માંગરોળના ચાખવા ગામનાં ચિરાગની ફરિયાદ પરથી કનારામ ઉર્ફે યોગેશ ચૌધરી અને બાલુગીરી ઉર્ફે દીલીપ સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે ચિરાગભાઈને પ્રથમ આરોપી દિલીપે કોલ કરી તે કોસ્મો કોમ્પલેક્ષમાં પ્રાઈમ કોમ્પ્યુટર નામે ઓફિસ ધરાવતા હોવાનું કહી એક પ્રોજેકટરની ખરીદી કરી હતી. જેનો ચેક આપતા તે કલીયર થઈ ગયો હતો.તેવી જ રીતે આરોપી યોગેશે તેને કોલ કરી તે સત્યમ કોમ્પ્યુટરમાંથી બોલતો હોવાનું કહી પ્રોજેકટની ખરીદી કરી હતી.
જેનો ચેક આપતા તે પણ કલીયર થઈ ગયો હતો. ત્યાર બાદ બંને આરોપીઓએ અલગ-અલગ સમયે કુલ રૂૂા.7.49 લાખની કિંમતના પ્રોજેકટર અને સ્ક્રીનની ખરીદી કરી હતી. જેનાં બદલામાં આપેલા ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયા હતા. આથી ચિરાગભાઈએ આરોપીઓની ઓફિસે જઈ તપાસ કરતા ભાડે રાખેલી ઓફિસ બંધ કરી જતા હ્યા હોવાનું અને દિલીપનું સાચું નામ બાલુગીરી હોવાનું અને યોગેશનું નામ કનારામ ચૌધરી હોવાનું ખુલ્યું હતું.એટલું જ નહીં બંને આરોપીઓએ કાર્તિક ઈન્ફોસીસ, દિવ્યાંગ ઈન્ફોવર્ડ પ્રા.લી., મેટરોબીર નેટવર્ક પ્રા. લી., વેલબ્રો ઈન્ડસ્ટ્રીઝ, વ્રજ ઓફિસ સોલ્યુશન, આઈ.આર. ટેકનોલોજી, યુવી બીઝનેશ સીસ્ટમ, કોનકોર્ડ પેટીપેરલ્સ અને જીનીયસ કોમ્પ્યુટર વર્લ્ડ જેવી કંપની સાથે પણ વિશ્વાસઘાત કર્યાનું જાણવા મળતા અંતે ફરિયાદ નોંધાવી હતી.