ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખટારા સ્ટેન્ડ અને રેલનગરમાં જુગારના બે દરોડા, વેપારી સહિત 19 શખ્સો ઝડપાયા

04:45 PM Nov 19, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરનાં આજીડેમ વિસ્તારમા આવેલા ખટારા સ્ટેન્ડ પાસે અને રેલનગરમા તથ્ય બંગલોઝ અને અમી રેસીડેન્સીમા જુગારનાં દરોડા પાડી 19 શખ્સોને ઝડપી લેવામા આવ્યા હતા . જુગારીઓ પાસેથી 57 હજારનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો છે.

Advertisement

પ્રથમ દરોડામા આજીડેમ વિસ્તારમા આવેલા સાગર મંડપની સામે ખટારા સ્ટેન્ડમા દરોડો પાડી જુગાર રમતા વનરાજ લઘરાજ ખટાણા , નારણસિંહ ગંભરીસિંહ વાઘેલા, પ્રવીણ શામત સાંબળ, રઘુ ધારા મુંઘવા અને રવી નાગજી મકવાણાને ઝડપી લઇ પ400 નો મુદામાલ જપ્ત કર્યો હતો . આ કામગીરી આજીડેમ પોલીસ મથકનાં પીએસઆઇ એચ. જે. સોલંકી અને મનસુખભાઇએ કરી હતી. જયારે બીજા દરોડામા રેલનગરમા આવેલા તથ્ય બંગલોઝમા રહેતા નંદાબેન સુધીરભાઇ ગાવડે, પોતાનાં મકાનમા બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી મળતા પ્રનગર પોલીસ મથકનાં પીએઅસાઇ રાણીંગા અને કોન્સ્ટેબલ જયપાલસિંહ ઝાલા સહીતનાં સ્ટાફે દરોડો પાડી નંદાબેન ગાવડે, નીમુબેન ભાણજીભાઇ કોરીયા, શબાનાબેન અદ્રેમાન સીરમાંગ, અનીલ રામજી પરમાર, અને વીનુ દેવજી ચૌહાણ ને ઝડપી લઇ તેઓ પાસેથી 4 મોબાઇલ અને રોકડ સહીત 37500 નો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો. જયારે ત્રીજા દરોડામા એલસીબી ઝોન ર ની ટીમનાં પીએસઆઇ આર. એચ. ઝાલા, રાહુલભાઇ ગોહેલ, અંકીત નીમાવત અને શકિતસિંહ ગોહીલ સહીતનાં સ્ટાફે રેલનગર વિસ્તારમા અમી રેસીડેન્સી બ્લોક નં 34 મા રહેતા અને વેપાર કરતા અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા પોતાનાં મકાનમા જુગાર રમાડતા હોવાની બાતમી મળતા દરોડો પાડી અશોકસિંહ જાડેજા, શેફુદીન મોહમદઅલી ભારમલ, રાવત કરશનભાઇ ડવ , શપનાબેન પરબતભાઇ બવ, ગીતાબેન દીપેશભાઇ સીધ્ધપુરા, ભાવેશ જેન્તીભાઇ જોબનપુત્રા , પ્રકાશ ગાંડાલાલ મહેતા, રાજેશ કીશોરભાઇ વાગડીયા અને વિરેન્દ્રસિંહ કાળુભા જાડેજા ને ઝડપી લઇ 25 હજારનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement