સોનગઢમાં બે વણિક ભાઈઓએ ઝેરી દવા પીધી: એકનું મોત
ભાવનગરના સોનગઢ ખાતે આવેલ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ખાતે બે વણિક ભાઈઓ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ભાવનગર ની સરકારી હોસ્પિટલ ખાસેડવામાં આવ્યા હતા જ્યાં એક ભાઈનું મોત નીપજ્યુ છે જ્યારે બીજાની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના રૂૂપાણી સર્કલ નજીક માં શાંતિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને છેલ્લા બે મહિનાથી સોનગઢ ખાતે આવેલ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરની ધર્મશાળામાં રહી આધ્યાત્મિક જીવન જીવતાચેતનભાઇ વિનોદચંદ્ર શાહ ઉ.વ.60 તથા તેના ભાઈ મેહુલભાઈ વિનોદચંદ્ર શાહ ઉ.વ.59 એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા બંને ભાઈઓને પ્રથમ શિહોર ની હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ સરકારી સર. ટી .હોસ્પિટલ ખાતે ખસેડાયેલ જ્યાં ચેતનભાઇનું મોત નીપજયું હતુ જ્યારે મેહુલભાઈ ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ ઘટના પાછળનું કોઇ કારણ હાલ બહાર આવેલ નથી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.