દ્વારકામાં ગાડી રાખવા બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી
સામસામા પક્ષે 8 સામે ફરિયાદ
દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા જુસબભાઈ હાસમભાઈ લુચાણી નામના 45 વર્ષના માછીમાર યુવાનના ભાઈના ઘર પાસે આરોપી સુલેમાનએ પોતાની ગાડી રાખી હોય, તે બાબતે સારું ન લાગતા આરોપી આમદ કાસમ લુચાણી, મુસા ઈબ્રાહીમ લુચાણી, સુલેમાન હુસેન લુચાણી અને અબ્દુલ ઇબ્રાહીમ લુચાણી નામના ચાર શખ્સોએ ફરિયાદી તેમજ સાહેદ ફકીરભાઈ વિગેરેને બિભત્સ ગાળો કાઢી, લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને ફ્રેકચર સહિતની તેમજ સાહેદો ફકીરાભાઈ વિગેરેને પણ નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે અંગે જુસબભાઈ લુચાણીની ફરિયાદ પરથી તમામ ચાર આરોપીઓ સામે દ્વારકા પોલીસમાં ગુનો નોંધાયો છે.
સામા પક્ષે અબ્દુલભાઈ ઉર્ફે ઇદલો ઈબ્રાહીમભાઈ લુચાણી (ઉ.વ. 50, રહે. રૂૂપેણ બંદર, દાતારી ચોક) એ આરોપી જુસબ હાસમભાઈ લુચાણી, ફકીરાભાઈ હાસમભાઈ, કાદર હાસમભાઈ અને આસિફ જુસબ લુચાણી સામે ફરિયાદી તેમજ સાહેદોને લાકડી તેમજ લોખંડના પાઈપ વડે માર મારી ઈજાઓ કરવા સબબ ફરિયાદ નોંધાવી છે. જે અંગે દ્વારકા પોલીસે બંને પક્ષે કુલ 8 સામે ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એ.આઈ. ડુમણીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.