ગોંડલ તાલુકાના ભરૂડી અને પાટણવાવના વાળોદર ગામેથી બે નકલી ડોકટર ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ગોંડલ અને પાટણવાવ પંથકમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બે બોગસ ડોક્ટરને ઝડપી લીધા હતા. ગોંડલના ભરૂૂડી અને પાટણવાવના વળોદર ગામે એસઓજીની ટીમે દરોડો પાડી ડિગ્રી વિના ક્લિનિક ચલાવતા બે નકલી ડોક્ટરની ધરપકડ કરી દવાઓ સહીત રૂૂ.1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાજકોટ રેન્જના ડી.આઈ.જી. અશોકકુમાર યાદવ અને જીલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જરની સૂચના મુજબ ગ્રામ્ય એસઓજીની પી.આઈ. એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ ટીમે જીલ્લામાં ડીગ્રી વિના પ્રેક્ટીસ કરતા નકલી ડોકટરો સામે કાર્યવાહી કરી હતી. ગ્રામ્ય એસઓજીના પી.એસ.આઈ. કે.એમ.ચાવડા, પી.બી.મિશ્રા અને તેમની ટીમને મળેલી બાતમીને આધારે પ્રથમ દરોડામાં ગોંડલ તાલુકાના ભરૂૂડી ગામે આશીર્વાદ ક્લિનિક નામે ડિગ્રી વગર સારવાર કરતા ગોંડલના રામકૃષ્ણ નગરમાં રહેતો 42 વર્ષીય બીપીન લક્ષ્મણભાઈ દોંગાની ધરપકડ કરી હતી. બીપીન પાસે મેડિકલ ડિગ્રી માંગી ત્યારે તેની પાસે કોઈ માન્ય ડિગ્રી ન હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી બીપીન માત્ર ધોરણ 11 સુધી જ ભણેલો છે. એસઓજીએ ક્લિનિકમાંથી રૂૂપિયા 67,812 ની કિંમતનો એલોપેથીક અને આયુર્વેદિક દવાઓનો જથ્થો તેમજ 5000 રૂૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 72,812 રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બીજા દરોડામાં પાટણવાવના વળોદર ગામે શ્રીજી કલીનક ચલાવતા જૂનાગઢ ઝાંઝરડા રોડ ઉપર રહેતા ધવલ વિનોદભાઈ બગથરીયાને ઝડપી લઇ તેની કલીનીકમાંથી ક્લિનિકમાંથી રૂૂપિયા 52ની કિંમતનો એલોપેથીક અને આયુર્વેદિક દવાઓનો જથ્થો કબજે કર્યો હતો.
એસ.ઓ.જી.શાખાના પીઆઈ એફ.એ.પારગી, પીએસઆઇ પી.બી.મિશ્રા, કે.એમ.ચાવડા તથા એસ.ઓ.જી. શાખાના પો.હેડ.કોન્સ. શિવરાજભાઇ ખાચર, મયુરભાઇ વિરડા, પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઇ વેગડ, વિરરાજભાઇ ધાધલ, તથા પો.કોન્સ. વિજયગીરી ગોસ્વામી, ચીરાગભાઇ કોઠીવાર, વિપુલભાઇ ગોહીલ, રામદેવસિંહ ઝાલા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
