વાંકાનેર પાસે દેશી દારૂ ભરેલ બે કાર ઝડપાઇ
વાંકાનેરના કોઠી ગામના બોર્ડ પાસે પાયલોટિંગ સાથે દેશી દારૂૂ ભરેલી કાર પસાર થવાની છે તેવી બાતમી મળી હતી. જેથી પોલીસ ત્યાં વોચમાં હતી ત્યારે વાંકાનેર બાઉન્ટ્રી તરફથી બ્રેઝા કાર સહિત 12.24 લાખનો મુદ્દામાલ કબજે કરેલો છે અને બે આરોપીને પકડ્યા છે. જો કે, નાસી ગયેલા આરોપી સહિતના બાકીના આરોપીઓને પકડવા તજવીજ ચાલી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસના વીજયભાઈ ડાંગરને બાતમી મળી હતી કે, વાંકાનેર બાઉન્ટ્રી તરફથી એક સફેદ કલરની હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર વાળીમાં દેશી દારૂૂ ભરી મોરબી તરફ આવે છે અને એક્સેન્ટ કારની આગળ આગળ સફેદ કલરની મારૂૂતી સુઝુકી બ્રેઝા કારનો ચાલક પાયલોટીંગ કરે છે. જેથી ખાનગી વાહનોમાં બેસી વાંકાનેર તાલુકાના કોઠી ગામના બોર્ડ પાસે વોચમાં હતા. ત્યારે વાંકાનેર બાઉન્ટ્રી તરફથી બ્રેઝા કાર આવી હતી. તેને ઊભી રાખવા માટે હાથ વડે ઇશારો કર્યો હતો જો કે, તેની પાછળ બાતમી વાળી એક્સેન્ટ કાર આવી રહી હતી તેને ઊભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કારચાલકે કાર ઉભી રાખી ન હતી. જેથી પોલીસે ખાનગી વાહનમાં બેસીને તે ગાડીનો પીછો કર્યો હતો અને જોધપર ગામના ઓવર બ્રિજની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર તે કાર જતી જોવા મળી હતી. જેથી તેનો પીછો કર્યો હતો ત્યારે તે કાર બંધ શેરીમાં ઘૂસી ગઈ હતી અને ભાગવા માટે દારૂૂ ભરેલી ગાડી વાળાએ પોલીસ જે ખાનગી વાહનમાં આવી હતી. તે ગાડીમાં મોરા સાથે મોરો અથડાવ્યો હતો અને કાવો મારીને ભગાવવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે કાર ત્યાં ઉકરડામાં ફસાઈ ગઈ હતી. જેથી તે કારમાં બેઠેલા શખ્સોએ નીચે ઉતરીને ભગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને પકડ્યો હતો અને તેને સાથે રાખીને કાર ચેક કરી ત્યારે કારમાંથી દેશી દારૂ લીટર 550 મળી આવ્યો હતો. જેથી 11,000નો દારૂ અને 5,00,000ની કાર આમ કુલ મળીને 5.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને નાશી જનાર કારચાલક બાબતે પૂછ્યું હતું. ત્યારે નાશી જનાર કારચાલક કીશન ભીખુરામ વાઘાણી જાતે બાવાજી (રહે. હાલ. રાજકોટ મુળ ગામ ગારીડા વાળો) હોવાનું સામે આવ્યું હતું અને જે કાર પાયલોટિંગ કરી રહી હતી. તે બ્રેઝા કારમાંથી અજયભાઇ જાદવભાઈ મેર (23) (રહે. નાળીયેરી) અને હર્ષદભાઈ અનકભાઈ ધાંધલ જાતે કાઠી દરબાર (34) (રહે. જાનીવડલા વાળા) હોવાનું સામે આવ્યું હતું.
હાલમાં તાલુકા પોલીસે બે ગાડી તેમજ ચાર મોબાઈલ ફોન કબજે કરીને કુલ મળીને પોલીસે 12.24 લાખનો મુદામાલ કબજે કર્યો છે અને બે આરોપીને પકડ્યા છે અને જે આરોપી નાશી ગયેલા છે તેના સહિત કુલ પાંચ સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે.