રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટના બે વેપારી રાજસ્થાનની માવલ બોર્ડરેથી 50 લાખની ચાંદી સાથે પકડાયા

12:29 PM Aug 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જોધપુરથી કારની સીટ કાપી ચોરખાનું બનાવી ચાંદી અને બિસ્કિટ છુપાવી રાજકોટ લાવતા હતા

રાજસ્થાનથી કારમાં ચોરખાનું બનાવી 52 કિલો ચાંદી લઈને આવતા રાજકોટના બે શખ્સોને માવલ ચેકપોસ્ટ ઉપરથી પોલીસે પકડી લીધા હતા. કારમાં રાજકોટ આવતા બે શખ્સોની કાર શંકાના આધારે રોકાવી તપાસ કરતાં તેમાંથી બીલ વગરની ચાંદી અને બિસ્કીટો મળી આવ્યા હતા. પુછપરછમાં આ ચાંદી જોધપુરથી રાજકોટ લઈ જવાનો હોવાનું ખુલ્યું છે.

ગુજરાત અને રાજસ્થાનને જોડતી ચેકપોસ્ટ ઉપર અવાર નવાર વિદેશી દારૂૂ સહીતની પ્રતિબંધિત વસ્તુઓ ઘુસાડવામાં આવતી હોય રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ ઉપર પોલીસ નાકાબંધી કરી ઊભી હતી. એ દરમિયાન રાજસ્થાનથી આવતી ઇનોવા કારને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. કારની તલાશી લેતા કારની પાછળની સીટને કાપીને તેમાં એક ચોર ખાનું બનાવ્યું હતું. આ ચોરખાનામાં ચેક કરતાં સફેદ કપડામાં વિંટેલા ત્રણ બોક્સ રાખવામાં આવ્યા હતા. પોલીસે આ બોક્સ ખોલીને જોતાં તેમાં ચાંદીના બિસ્કિટ અને ઘરેણાં ભરેલા હતાં. આ ચાંદીના બિલો વિશે પૂછતાં પકડાયેલા વ્યક્તિઓ પાસે કોઇ બિલ ન હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે કાર્યવાહી કરતાં પકડાયેલી ચાંદીનું વજન કરાવતાં તે 52.835 કિલો જેની કિંમત આશરે 50 લાખ આંકવામાં આવી હતી. તેમજ રોકડ રકમ 3.50 લાખને મળી આવી હતી જેને પોલીસે જપ્ત કરી હતી.

આ ગેરકાયદેસર ચાંદી સાથે રાજકોટના પંચવટી સોસાયટીમાં રહેતા મીત રમેશભાઈ પટેલ અને કુવાડવા રોડ ઉપર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા હિતેશ કેશુભાઈ પટેલની અટકાયત કરી પુછપરછ કરાતાં ઝડપાયેલો ચાંદીનો જથ્થો જોધપુરથી રાજકોટ લઈ જવામાં આવી રહીં હોવાનું જણાવ્યું હતું.આ મામલે રાજસ્થાન પોલીસે વધુ તપાસ શરુ કરી ચાંદી જોધપુર કોની પાસેથી ખરીદી અને રાજકોટ કોને સપ્લાય કરવાની હતી.

Tags :
gujaratgujarat newsindiaindia newsRajasthan newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement