ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કચરો નાખવા મામલે બે સગાભાઇ ઉપર ખૂની હુમલો

04:40 PM May 03, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

પાડોશીને ઘર પાસે કચરો નહીં નાખવા સમજાવતા મામલો બિચકયો, પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંકી દેતા ગંભીર હાલત

ગોંડલ રોડ પર લોહાનગરમાં ગઈકાલે સાંજે કચરો ફેંકવા બાબતે સામસામી મારા મારીની ઘટના બની હતી.જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.આરોપીઓએ ધારિયા, છરી, પથ્થરના ઘા કર્યા હતા.મારા મારી વખતના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.આ મામલે એ ડિવિઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.આ મામલે પોલીસે ઉષાબેન ઉર્ફે ડોન, શનિ પરમાર અને કુલદીપ પરમાર સામે ગુનો દાખલ કર્યો છે. કિશન જીવરાજભાઈ મકવાણા (ઉ.વ. 26, રહે. લોહાનગર, મફતિયાપરા)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, હું તથા મારી પત્ની નયના સાથે રહું છું. ભંગારનું કામ તેમજ કટલેરીનો વેપાર કરી મારૂૂ તથા મારા પરિવારનુ ગુજરાન ચલાવું છું.

ગઈકાલે સાંજના છએક વાગ્યાની આસપાસ હું તથા મારી પત્ની નયના ઘરે હાજર હતા ત્યારે અમારી બાજુમાં રહેતા શનિ વેરશી પરમાર, કુલદીપ કીરીટ પરમાર તેમજ ઉષા ઉર્ફે ડોન વેરશી પરમાર અમારા ઘરની બહાર આવી જોર જોરથી બુમો પાડી જીવરાજભાઈ બહાર આવો તેમ બોલવા લાગેલ અને અમે બંને બહાર નીકળતા આ ઉષા ઉર્ફે ડોન કહેવા લાગેલ કે, તારી ઘરવાળી કેમ મારા ઘરે કચરા બાબતે બોલવા આવે છે?
તેમ કહેતા મારી પત્ની કહેવા લાગેલ કે, તમે અમારા ઘરની સામે ગંદો કચરો નાખો તો કહેવુ તો પડે જ ને. તેમ કહેતા આ ઉષા ગાળો બોલવા લાગેલ. મારી પત્નીએ તેઓને કચરો નાખો તો કહીએ એમા ખોટું શું છે તેવુ બોલતા આ ઉષા વધારે ઉશ્કેરાઇ. મારી પત્ની સાથે ઘરની બહાર બોલાચાલી કરવા લાગેલ. કહેવા લાગી કે, તમને જ કચરો નડે છે.
હું અને મારી પત્ની એકલા હોય હું તાત્કાલિક મારા પિતા તથા મારા કાકાને કે જેઓ મેલડી માતાના મંદિરે બેસવા ગયેલ હોય તેઓને દોડીને બોલાવી લાવેલ હતો.

હું મારા પિતાને તથા કાકાને લઇને ઘરે હજુ આવેલ તે વખતે આ ઉષા મારી પત્નીની સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરવા લાગેલ. મારી બહેન આરતી કે જે પ્રેગનન્ટ હોય તેઓ પણ ત્યાં હાજર હોય હું અને મારા પિતા, મારા કાકા ગોપાલભાઈએ વચ્ચે પડી છોડાવવા જતા આ ઉષાનું ઉપરાણુ લઇને નજીકમાંથી કુલદીપ એક લોખંડનો ચેઈન ચક્કરવાળી પાઇપ લઈ તથા શનિ છરી લઇને આવ્યો. મારા કાકાને પેટના ઉપરના ભાગે અને કમરની ઉપર પડખામાં છરી મારી દેતા મારા કાકા ગોપાલભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા.

મારાં પિતાને કુલદીપે ચેઇન ચક્કરવાળો પાઈપ માથામાં મારી દીધેલ હતો.આ ઝઘડામાં સગર્ભા બહેન આરતીને વાગી ન જાય તે માટે તાત્કાલિક મારી બહેન આરતીને લઇને સાઇડમાં જતો રહેલ હતો. આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. મારા સબંધી સંજયભાઇ કાકા ગોપાલભાઇને મધુરમ હોસ્પિટલમા સારવાર માટે લઇ ગયા હતા.થોડીવાર બાદ 108 એમ્બ્યુલન્સ આવી જતા મારા પિતાને મારી પત્ની નયના તથા બહેન નીશા એમ્બ્યુલન્સમાં સીવીલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.

આ અંગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.બીજી બાજુ શનિ વેરશી પરમાર(ઉં. વ. 32, રહે. લોહાનગર, રામાપીરના મંદિરની બાજુમાં) પણ ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે આક્ષેપ કરતા જણાવ્યું કે, કિશન, જીવરાજ, ગોપાલ સહિતના લોકોએ ઝઘડો કરી ધારિયા અને પથ્થરથી માર માર્યો હતો.આ મામલે એ ડિવિઝન પોલીસે તપાસ શરૂૂ કરી છે.

Tags :
attackcrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement