ખેતીવાડી ફાર્મ વિસ્તારમાંથી 104 બોટલ દારૂ સાથે બે ભાઈ ઝડપાયા
જામનગર શહેરમાં એલસીબીની ટુકડીએ જુદા જુદા બે સ્થળોએ ઇંગ્લિશ દારૂૂ અંગે દરોડા પાડ્યા હતા, અને ઇંગ્લિશ દારૂૂ અને બાઈક સહિત બે ભાઈઓને ઝડપી લીધા છે, જ્યારે તેઓને દારૂૂનો જથ્થો સપ્લાય કરનાર એક શખ્સને ફરારી જાહેર કર્યો છે.
જામનગરમાં ખેતીવાડીફાર્મ વિસ્તારમાં રહેતો ગૌતમ ઉર્ફે ભૂરો મંગાભાઈ સુરડીયા નામનો શખ્સ પોતાના નંબર પ્લેટ વગરના એકટીવા સ્કૂટરમાં ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી કરી રહ્યો હતો, જેને એલસીબી ની ટુકડીએ ઝડપી લીધો હતો, અને તેની પાસેથી 67 નંગ ઇંગ્લિશ દારૂૂની નાની બાટલી અને સ્કૂટર- મોબાઈલ ફોન સહિતનું સાહિત્ય કબજે કરી લીધું છે.
જેની પૂછપરછ માં ઉપરોક્ત દારૂૂ જામનગરમાં નાગનાથ ગેઇટ ચોકડી પાસે મહેશ્વરી વાસમાં રહેતા ગૌતમ ફફલ એ આપ્યો હોવાની કબુલાત આપતાં તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
આ ઉપરાંત બીજો દરોડો તેના ભાઈ દિલીપ મંગાભાઈ સુરડીયા ના મકાન પર પાડવામાં આવ્યો હતો. ત્યાં રહેણાક મકાનમાંથી 36 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જે ઈંગ્લીશ દારૂૂ અને મોબાઈલ ફોન સહિતની સામગ્રી પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવી હતી. જેને પણ ગૌતમ ફફલએ દારૂૂ સપ્લાય કર્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.