બોટાદમાં એક જ નંબરની બે બોલેરો પકડાઇ, આરટીઓને જાણ કરાઇ
11:57 AM Apr 17, 2025 IST
|
Bhumika
Advertisement
બોટાદ એલસીબી પોલીસે એક જ નંબર પ્લેટ ધરાવતી બે મહિન્દ્રા બોલેરો પીકઅપ જપ્ત કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે લાખેણી ગામના બાપા સીતારામ ચોક વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી.
લાખેણી ગામના દેહુરભાઈ જીવણભાઈ બોળીયાએ બંને વાહનો પર એક જ નંબર GJ-03-AV-7842નો ઉપયોગ કરી રહ્યા હતા. પોલીસે બંને વાહનોની તપાસ કરતા તેમના એન્જિન અને ચેસિસ નંબર અલગ-અલગ હોવાનું જાણવા મળ્યું હતું.
Advertisement
આ કામગીરી ભાવનગર વિભાગના આઇજીપી ગૌતમ પરમાર અને બોટાદ એસપી કે.એફ. બળોલીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. એલસીબીના પીઆઇ એ.જી. સોલંકીના નેતૃત્વમાં એએસઆઇ વનરાજભાઈ બોરીચાએ આ કામગીરી અંજામ આપી હતી. પોલીસે કુલ 8.50 લાખની કિંમતના બંને વાહનો જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.
Next Article
Advertisement