રાજકોટમાં પ્રથમ વખત 18.14 લાખના હેરોઈન સાથે બે ઝડપાયા
રાજસ્થાનથી હેરોઈનનો જથ્થો લાવનાર ખેપિયો અને રાજકોટના પેડલરને એસઓજીએ ઝડપી લીધા નોનવેજની દુકાન ચલાવતા શખસે બીજી વખત હેરોઈનનો જથ્થો મંગાવ્યો હતો
પંજાબની જેમ હવે રાજકોટમાં એમ.ડી અને ગાંજા ઉપરાંત માદક પદાર્થ હેરોઈનનું પણ વેચાણ થઇ રહ્યું છે ત્યારે એસઓજીની ટીમે કુવાડવા રોડ ઉપર ડી માર્ટ થી આગળ ઓટો ગેરેજ પાસેથી રૂૂ.18.14 લાખના 392.95 ગ્રામ હેરોઈનના જથ્થા સાથે રાજસ્થાનના ખેપીયા અને રાજકોટના પેડલર નોનવેજના ધંધાર્થીને ઝડપી લઈ કાયવાહી કરી હતી.રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પ્રમાણમાં હેરોઈનનો જથ્થો પકડાયો છે. નોનવેજની દુકાન ચલાવતા શખ્સને રાજસ્થાનથી બીજી વખત હેરોઈનનો જથ્થો મંગાવ્યો હતો.
યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા SAY NO TO DRUGS મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા તત્વો વિરુધ્ધ કડક કર્યવાહી કરવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સુચનાથી એસઓજીની ટીમ માદક પદાર્થોની હેરાફેરી કરતા શખ્સો ઉપર વોચ રાખી દરોડા પાડી રહી છે.એસઓજીની ટીમે અત્યાર સુધીમાં રાજકોટમાં એમ.ડી ડ્રગ્સ અને ગાંજા સહિતના માદક પદાર્થની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે કાર્યવાહી કરી છે. ત્યારે રાજકોટમાં મોટા પ્રમાણમાં હેરોઈનનો જથ્થો આવ્યો હોવાની બાતમી એસઓજીના ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ અને યોગરાજસિંહ ગોહિલને મળતા કુવાડવા રોડ ઉપર ડી માર્ટ થી આગળ મેલડી મા ની મોજ ઓટો ગેરેજ પાસે વોચ ગોઠવી એસઓજીની ટીમે પરા બજારમાં કૃષ્ણનગર શેરી નંબર 1/2 ના ખુણે રહેતા અને નોનવેજની દુકાન ચલાવતા ફેજલ યુસુફભાઇ ચૌહાણ (ઉ.વ.25) અને રાજસ્થાનના પ્રતાપગઢ જીલ્લાના શીંવાગપુરા તાલુકાના કેશરપુરાના બોરીગામના રાજમલ રકમા મીણા (ઉ.વ.23)ને રૂૂ.18.12 લાખના 392.95 ગ્રામ જેટલા હેરોઈનના જથ્થા સાથે ધરપકડ કરી હતી. રાજકોટમાં પ્રથમ વખત આટલા મોટા પ્રમાણમાં હેરોઈનનો જથ્થો પકડાયો છે.
એસઓજીની ટીમે બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું કે, નોનવેજની દુકાન ચલાવતા ફેજલ યુસુફભાઇ ચૌહણે બીજી વખત આ હેરોઈનનો જથ્થો મંગાવ્યો હતો.જે રાજસ્થાનનો ખેપીયો રાજમલ રાજકોટ ફેજલને આપવા આવ્યો હતો.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ અને એસીપી ભરત બી. બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા તથા પીએસઆઈ આર.જે.કામળીયા તથા એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ ઝાલા તથા સમીરભાઇ શેખ તથા પો.હેડ.કોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, જયદીપસિંહ ચૌહાણ, અરૂૂણભાઇ બાંભણીયા, પો.કોન્સ. યોગરાજસિંહ ગોહિલ, હરદેવસિંહ વાળા, રવીભાઇ ઘગલ તથા અમીતભાઇ ટુંડીયા ડ્રાઇવર એ.એસ.આઇ. કૃષ્ણસિંહ જાડેજાએ કામગીરી કરી હતી. આ અંગે પ્રાથમીક પરીક્ષણ કરી એફ.એસ.એલ. અધિકારી કે.એમ.તાવીયાએ અભિપ્રાય આપ્યો હતો.
ફેજલ સાંજે બે કલાક માટે ખાસ બંધાણીને 1500 થી 1700માં પડીકી સપ્લાય કરતો હતો
એસઓજીએ પ્રાથમિક તપાસ અને પુછપરછ કરતા જાણવા મળ્યું કે, રૂૂ.18.12 લાખના હેરોઈનના જથ્થા સાથે પકડાયેલ નોનવેજની દુકાન ચલાવતા ફેજલ યુસુફભાઇ ચૌહણે બીજી વખત આ હેરોઈનનો જથ્થો મંગાવ્યો હતો. ફેજલ ચૌહાણ સવારે નોનવેજની દુકાન ચલાવતો અને સાંજે બે કલાક માટે જ હેરોઈન ખાસ બંધાણીઓને જ આ હેરોઈનની 70 ગ્રામની પડકી બનાવી એક પડકી 1500 થી 1700 રૂૂપિયામાં છુટક વેચતો હતો. ફેજલ ચૌહાણ તેન પાસે બે મોબાઈલ રાખતો હતો અને હેરોઈન ખરીદનાર માટે અલગ નંબર રાખ્યો હોય જે મોબાઈલ તે સાંજે બે કલાક માટે ચાલુ કરતો અને બે કલાક જ છુટક વેચાણ કરતો હતો. આ મામલે એસઓજીની ટીમે રાજકોટમાં ફેજલ પાસેથી હેરોઈન ખરીદનારની પણ તપાસ શરુ કરી છે.