ગોકુલધામમાં ઘરમાં બેઠેલી યુવતીનો હાથ પકડી બીભત્સ માંગણી, નિર્લજ્જ હુમલો
રાજકોટ શહેરના ગોકુલધામ વિસ્તારમા પોતાના ઘરમા મિત્ર સાથે બેઠેલી યુવતીને તેના વિસ્તારના શખ્સે હાથ પકડી બિભત્સ માંગણી કરી કપડા ફાડી નિલ્લર્જ હુમલો કરતા પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે.
વધુ વિગતો મુજબ યુવતીએ પોતાની ફરીયાદમા પરીયો ગઢવી, મેટીયો ઝાલા, યાસીન ઉર્ફે ભુરો અને એક અજાણ્યા શખસ વિરૂધ્ધ પોલીસમા નિલ્લર્જ હુમલો, મારામારી તેમજ ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી છે. યુવતીએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે ગઇકાલે તેમને પૈસાની જરૂરીયાત હોય જેથી તેમનો મિત્ર સાહીલ 10 હજાર રૂપીયા લઇને તેમના ઘરે આપવા પહોંચ્યો હતો અને સાંજના સમયે બંને ઘરે બેઠા હતા ત્યારે મેટીયો, પરીયો, યાસીન ઉર્ફે ભુરો અને એક અજાણ્યો શખ્સ ત્યા પહોંચ્યા હતા અને મેટીયાએ યુવતીનો હાથ પકડી બિભત્સ માંગણી કરી હતી અને કહયુ કે તુ મારી સાથે આવ તેમજ ઝપાઝપી કરી યુવતીનુ ટીશર્ટ ફાડવા લાગ્યા હતા. ત્યારબાદ સોહિલ વચ્ચે પડતા તેમણે આ ચારેય શખ્સોએ છરી વડે ઇજા કરી હતી અને તેમને બેફામ માર માર્યો હતો.
ત્યારબાદ યુવતીએ તેમના ભાઇને બોલાવી લેતા ઇજાગ્રસ્ત સોહિલને કારમા લઇ ખાનગી હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડયો હતો. આ મામલે ચારેયની શોધખોળ શરૂ કરવામા આવી છે.