ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દ્વારકામાંથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા: સપ્લાયરની શોધખોળ

11:43 AM Dec 10, 2024 IST | Bhumika
Advertisement

દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા દેશી વિદેશી દારૂૂ સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકાના પી.આઈ. ડી.એચ. ભટ્ટના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના જવાનો દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજા તથા દિનેશભાઈ ઘોયલને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક ઓટો રિક્ષામાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.આ કાર્યવાહીમાં પોલીસે જુદી જુદી બ્રાન્ડની 142 બોટલ તેમજ બજાજ ઓટો રિક્ષા મળી, કુલ રૂૂપિયા 1,26,600 ના મુદ્દામાલ સાથે બીરલા પ્લોટ વિસ્તારમાં રહેતા ચિરાગ અરવિંદભાઈ જેઠવા અને વરવાળા ગામના વિશાલ મહેન્દ્રભાઈ મોતીવરસ નામના બે યુવાનોને શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં દ્વારકા વિસ્તારમાં રહેતો ભરત ઉર્ફે લાલો ઢચાણી અને ચોક્કસ મોબાઈલ નંબર વાળો અન્ય એક શખ્સ પણ સપ્લાય તરીકે સંડોવાયેલો હોવાનું ખુલતા પોલીસે હાલ મુદ્દામાલ સાથે ઉપરોક્ત બે શખ્સોની અટકાયત કરીને અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

Advertisement

Tags :
crimeDwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement