મકરસંક્રાંતિમાં લોકોના ગળા કાપતી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે વેપારી સહિત બે ઝડપાયા
123 ચાઈનીઝ દોરીની ફીરકી કબજે, બન્ને સામે ગુનો નોંધાયો
શહેરમાં ઉતરાયણ પુર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનુ વેચાણ કરતા શખસો સામે પોલીસે કડક કાર્યવાહી કરી મોચીબજાર પાસેથી 100 ફીરકી સાથે શખસને ઝડપી લીધો હતો.તેમજ સદર બજારમાં દુકાનમાંથી 23 ચાઈનીઝ દોરીઓની ફરકી મળી આવતા પોલીસે વેપારી સામે ગુનો નોધી તેની ધરપકડ કરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઉતરાયણ પુર્વે પ્રતિબંધિત ચાઈનીઝ તુકકલ, દોરી સહીતનુ વેચાણ થતુ હોવાની માહીતીને આધારે એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર.એચ. ઝાલા, રાહુલભાઈ ગોહેલ,શક્તિસિંહ ગોહિલ,હેમેન્દ્રભાઈ અને ધર્મરાજસિંહ સહિતના સ્ટાફે સદર બજારમાં દરોડા પાડયા હતા.જેમા મેઈન રોડ પર શિવ શકિત સીઝન સ્ટોર નામની દુકાનમાંથી ચાઈનીઝ દોરીની 23 ફરકીઓ મળી આવતા જમાદાર આનંદભાઈ સહીતે ગુનો નોંધી દુકાનદાર રૈયારોડ પર સમર્પણ સોસાયટીમાં રહેતા નિલેશ રમેશભાઈ કુંડલીયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.
જયારે અન્ય બનાવમાં એ ડીવીઝન પોલીસના મહેશભાઈ ચાવડા અને કલ્પેશભાઈ બોરીચા સહિતના સ્ટાફે મોચીબજાર પાસેથી શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટીકના બાચકા સાથે નીકળેલા શખસને અટકાવી તલાસી લેતા તેની પાસેથી ચાઈનીઝ દોરીની 100 ફીરકી મળી આવતા તેની અટકાયત કરી પુછપરછ કરતા તે કીટીપરામાં રહેતા પપ્પુ નાનાભાઈ વઢાણીયા હોવાનું જણાવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી તેની પાસેથી રૂૂ.ર0 હજારની મતા કબજે કરી આ પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનો જથ્થો કયાંથી લાવ્યો સહિતની પુછપરછ હાથ ધરી છે.