જેતપુરના ચાંપરાજપુરમાં કારખાનામાંથી 88 હજારના બાયોડીઝલ સાથે બે ઝડપાયા
જેતપુર તાલુકાના ચાંપરાજપુર ગામે શ્રીરામ હેન્ડ ફિનીશીંગ નામના કારખાનામાં જેતપુર તાલુકા પોલીસે દરોડો પાડી રૂૂ.88 હજારના ગેરકાયદેસર બાયોડિઝલના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી તપાસ કરતા કેશોદના શખ્સનું નામ ખુલ્યું છે. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા જેતપુરના ડીવાયએસપી આર.એ.ડોડીયા દ્વારા જીલ્લામાં ભેળસેળ યુક્ત જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી કેમિકલની હેરફેર કરતા ઇસમો વિરૂૂધ્ધ કડક કાર્યવાહિ કરવા સુચના આપેલ હોય, જે અન્વયે જેતપુર તાલુકા પોલીસ મથકના પી.આઈ એ.એમ.હેરમા અને તેમની ટીમે ચાંપરાજપુર ગામે કેનાલ પાસે શ્રીરામ હેન્ડ ફિનીશીંગ નામના કારખાનામાં ગેરકાયદેસર રીતે ડીઝલના ભળતા ભેળસેળ યુક્ત જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી કેમિકલના જથ્થો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી લીટર 1300 કીમત રૂૂા. 88400 સહીત બોલેરો જીજે-14-એક્ષ-3413 તેમજ જીજે-27-ટીટી-4693 ઉપરાંત લોખંડની ટાંકી, ડીસ્પેન્સર,પ્લાસ્ટિકના બેરલ સહીત કુલ રૂૂ.6,55,600નો મુદ્દમાલ કબજે કરી જેતપુરના રાજેશભાઇ મગનભાઇ અમીપરા, જૈનિશભાઇ મનસુખભાઇ વડાલીયાની ધરપકડ કરી તપાસ કરતા કેશોદના સલીમનું નામ ખુલ્યું હતું.
પી.આઈ એ.એમ. હેરમા સાથે લાલજીભાઈ, મનેશભાઇ જોગરાદીયા, પ્રદ્યુમનસિંહ વાઘેલા,ભુરાભાઇ માલીવાડ,અજીતભાઈ ગંભીર, રેવાભાઇ ખીંટ,ઝવેરભાઈ સારલાએ કામગીરી કરી હતી.