ડીઝલની લૂંટ કરનાર કચ્છના કુખ્યાત સમા ગેંગના એક સભ્ય સહિત બેની ધરપકડ
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રાત્રીના સમયે ટ્રકના ડ્રાઇવરોને છરી બતાવી ડીઝલની લુટ કરનાર કચ્છના કુખ્યાત સમા ગેંગના એક સભ્ય સહિત બે આરોપીઓને રૂૂ.10,74,850/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
રાજકોટ રહેતા સંજયભાઇ ગોવિંદભાઇ ચાવડાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ જાહેર કરેલ કે થોડા દિવસ પહેલા રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાની મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડપર લાલપર ગામની સામે શ્રી હરી ચેમ્બર્સ, પટેલ વિહાર હોટલની બાજુમાં, વિજય ટ્રાન્સપોર્ટ ઓફીસ સામે પાર્ક કરેલ ટ્રકના ડ્રાઇવરો ટ્રકમાં સુતા હતા ત્યારે એક સફેદ કલરની સ્કોર્પીઓ ગાડીમાં ત્રણ અજાણ્યા કચ્છીભાષા બોલતા શખ્સો આવી પોતાની ટ્રકોની ડીઝલની ટાંકીઓમાંથી ડીઝલ કાઢવા જતા ટ્રકના ડ્રાઇવરો જાગી જતા તેઓનો પ્રતિકાર કરતા આ અજાણ્યા શખ્સોએ છરી બતાવી ડરાવી ધમકાવી તેઓને ગાડીઓમાંથી આશરે 550 લીટર ડીઝલની લુટ કરી તેમજ બીજા ટ્રાન્સપોર્ટ વાળા સાહેદોની ટ્રકોમાંથી પણ આવી જ રીતે છરીની અણીએ કુલ ડીઝલ લીટર-750 કિ.રૂૂ.67500/- ની લુટ કરી નાશી ગયા અંગેનો ગુન્હો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ હતો.
મોરબી એલ.સી.બી. તથા પેરોલફર્લો સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જેમાં આ ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા માટે ટેક્નીકલ, હયુમન ઇન્ટેલીજન્સ તથા ખાનગી બાતમીદાર માધ્યમથી બાતમી મળેલ કે, આ ગુનાને અંજામ આપનાર આરોપીઓ પૈકીના અમુક આરોપીઓ સફેદ કલરની સ્કોર્પીઓ ગાડી નંબર-J-12 -CG-2218 વાળીમાં મોરબી નઝરબાગ રોડ, રફાળેશ્વર ગામ જતા રસ્તા ઉપર આવેલ ઓમકેન કારખાના બહાર ઉભેલ હોવાની બાતમી મળેલ હોય જે હકિકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા બે ઇસમો આમદ ઉર્ફે ભાભો સીદીકભાઇ સમા (ઉવ-30) રહે.નાનાદીનારા, જામા મસ્જીદ પાસે, તા.જી.ભુજ કચ્છ તથા શીવકુમાર હરીસિંગ કરણ (ઉ.વ.30) રહે. હાલ જુના મકનસર, ધર્મમંગલ સોસાયટી, તા.જી.મોરબી મુળ રહે. ઓઝાગામ, તા.જી.ભીંડ મધ્યપ્રદેશવાળાને કુલ કિં રૂૂ. કુલ રૂૂ.10,74,850/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓની પુછપરછ કરતા તેઓએ આ લુટના ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપેલાની હકિકત જણાવતા તેઓ બન્નેને લુંટના ગુન્હામાં અટક કરી લુટનો ગંભીર પ્રકારનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપીઓ તથા મુદામાલ આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તરફ સોપવામાં આવેલ છે.
તેમજ અન્ય ત્રણ આરોપીઓના નામ ખુલતા આરોપી હનીફ ઓસમાણ સમા, અબુબકર રમજાનભાઈ સમા રહે બંને મોટા દીનારા તા.જી. ભુજ કચ્છ તથા મજીદભાઇ તૈયબભાઇ સમા રહે.નાના દીનારા તા.જી.ભુજ કચ્છવાળાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.