બોલેરોમાં મહિલા મુસાફરને બેસાડી નજર ચૂકવી ભરવાડી કાંઠલા ચોરનાર બે ઝડપાયા
ભરવાઠી કાંઠલો અને બોલેરો વાહન સહિત રૂા.9 લાખનો મુદ્દામાલ જપ્ત
ગોંડલ રોડ ચોકડી નજીક બોલેરોમાં મહિલા મુસાફરને બેસાડી તેની નજર ચુકવી થેલામાથી રૂૂા.5.09 લાખના ભરવાડી કાઠલાની ચોરી કરનારા બોલેરો ચાલક સહિત બે શખ્સોને આજીડેમ પોલીસે પકડી લીધા હતા.
વધુ વિગત મુજબ, ગોંડલ રોડ ચોકડીથી બીલીયાળા જવા માટે બોલેરોમાં મુસાફર તરીકે બેઠેલી મહિલાની નજર ચુકવી બોલેરોમાં બેઠા શખ્સે મહિલાની થેલીમાંથી રૂૂા.5,09,990 ની કિંમતના ભરવાડી કાઠલાની ચોરી કર્યાની ફરિયાદ આજીડેમ પોલીસમાં નોંધાઇ હતી.
આ બનાવમાં આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર બ્રિજેસ ઝા તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલ તથા એસીપી બી.વી. જાદવની સુચનાથી આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જી. રાણા સ્ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્યારે હેડ કોન્સ. ભરતભાઇ જોગીયા અને કોન્સ. ગોપાલભાઇ બોળીયાને બાતમી મળતા કોઠારિયા ગામ પાસેથી રાજુલા પાસે રહેતો રાહુલ રમેશભાઇ પરમાર (ઉ.વ. 2પ) અને ગાંધીગ્રામ લાખના બંગલા પાસે જીવંતીકાનગરમાં રહેતો અનીલ રામાભાઇ સોલંકી (ઉ.વ. રર) ને પકડી લઇ ભરવાડી કાઠલો તથા બોલેરો પીકઅપ વાહન મળી રૂૂા. 9,09 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ કામગીરી પીઆઇ. એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જી.રાણા તથા ટીમ દ્વારા કરવામાં આવી હતી.