રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીમાં તાંત્રિક વિધિના બહાને દાગીના ઓળવી જનાર બેની ધરપકડ

12:07 PM Nov 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોરબી શકત શનાળા ગામ ખાતે રહેતા તાંત્રીક વીધી કરવાના બહાના હેઠળ વિશ્વાસઘાત છેતરપીંડી કરી રૂૂપીયા તથા દાગીના ઓળવી જનાર તથા તે સોનાના દાગીના અડાણે રાખનાર ઇસમને સોનાના દાગીના તથા સોનાના ઢાળીયા સાથે કુલ રૂૂ.4,66,500/- ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી શકત શનાળા ગામ ખાતે રહેતા ફરીયાદી ભરતભાઈ નરશીભાઈ સનારીયા નાઓની ફરીયાદ આધારે આરોપી નિલેશગીરી ઉર્ફે નલીનગીરી મોતીગીરી ગોસાઈ રહે.શનાળા ગામ રામજી મંદીર પાસે મોરબી વાળાએ ફરીયાદીને તેઓનો ધંધો રોજગાર બરાબર ચાલશે તેમ કહીને વિશ્વાસ કેળવી વિધી કરવાના બહાને સોનાનો ચેન નંગ - 1 આશરે અઢી તોલા કી.રૂૂ.1,50,000 તથા સોનાના કાપ નંગ - 2 આશરે અડધા તોલાન કી.રૂૂ.30,000 તથા સોનાની બુટી નંગ - 6 આશરે એક તોલા કી.રૂૂ.70,000 તથા સોનાની વીટી નંગ - 2 આશરે અડધા તોલા કી.રૂૂ.30,000 તેમજ રોકડા રૂૂ.50,000/- એમ કુલ રૂૂપીયા 3,30,000/- ની છેતરપીંડી વિશ્વાસઘાત કરતા ગુન્હો કરેલ હોવાનો મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરેલ હોય.

ખાનગી હકિકત આધારે આરોપી નિલેશગીરી ઉર્ફે નલીનગીરી મોતીગીરી ગોસાઈને પકડી પાડવામાં આવેલ છે. અને આરોપીએ અલગ અલગ ફરીયાદી સહીત કુલ 12 જેટલા માણસોને પોતાના વાતોમાં ફસાવી વિધી કરવાના બહાના હેઠળ વિશ્વાસ કેળવી અલગ અલગ સોનાના દાગીનાઓ તથા રોકડ રકમ મેળવેલ છે. અને તે સોનાના દાગીના મ પોતે શકત શનાળા ગામ રહેતા આરોપીને અડાણે આપી તેના રૂૂપીયા મેળવતો હતો. જેથી તે અડાણે દાગીના રાખનાર આરોપી ચંદ્રસિંહ બટુકભા ઝાલા ઉવ.43 રહે.દરબાર ગઢ, શક્ત શનાળા મોરબી વાળાને અટક કરવામાં આવેલ છે.

Tags :
arrestedgujaratgujarat newsmorbi
Advertisement
Next Article
Advertisement