જૂનાગઢમાં ઇ-કાર્ટ ઓફિસમાંથી ચાર લાખના 13 મોબાઇલની ચોરી કરનાર બે પકડાયા 11 મોબાઇલ જપ્ત, બન્નેની સઘન પુછપરછ
01:58 PM Jul 19, 2025 IST
|
Bhumika
Advertisement
જૂનાગઢ ખાતેની ઇ-કાર્ટ ઓફિસમાંથી 4 લાખના 13 મોબાઈલની ચોરી 2 કર્મચારીએ કરી હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી બંને કર્મચારીની ધરપકડ કરી હતી. શહેરમાં મોતીબાગ પાસે આવેલ સેવનસીઝ કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર ખાતેની ઇ-કાર્ટ ઓફીસ ઇન્સ્ટાકાર્ટ વેરહાઉસના કર્મચારી રોહીત હેમંતભાઇ રાઠોડ અને આહેદ ગફારભાઇ સોબરે ઓફિસમાં શોર્ટિંગનું કામ કરતી વખતે રૂૂપિયા 4,06,302ની કિંમતના 13 મોબાઈલ ફોન ગઈ તારીખ 19 માર્ચના રોજ ચોરી લીધા હોવાની ફરિયાદ ઇન્સ્ટાકાર્ટ પ્રા.લીમીટેડના એન ફોર્સમેન્ટ ઓફીસર મહેશભાઇ મોહનલાલ રાઠોડે બુધવારે કરી હતી. જેના પગલે સી ડિવિઝનના પીઆઇ વી. જે. સાવજના માર્ગદર્શનમાં પીએસઆઇ આર.આર. બ્લોચે તપાસ હાથ ધરી બંને કર્મચારીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન રોહીત હેમંતભાઇ રાઠોડ અને આહેદ ગફારભાઇ સોબરે 11 મોબાઈલ ફોન કાઢી આપતા કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
Advertisement
Next Article
Advertisement