ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના નાનીવાવડી ગામે પૈસાની લેતી-દેતી મામલે હત્યા કરનાર બે ઝડપાયા

12:06 PM Apr 24, 2025 IST | Bhumika
Advertisement

ઘટનાનું રીક્ધસ્ટ્રકશન કરાવ્યું, રિમાન્ડની માગણી માટે આજે કોર્ટમાં રજૂ કરાશે

Advertisement

મોરબીના નાની વાવડી ગામના રહેવાસી ભાણજીભાઈ મોતીભાઈ મકવાણા નામના વૃદ્ધે આરોપીઓ હેમંત પ્રેમજી સોલંકી રહે નાની વાવડી અને ગૌતમ હીરાભાઈ ઉભડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા દીપક મકવાણા પાસે આરોપીઓ પૈસા માંગતા હતા પરંતુ પરિવારમાં કોઈ કમાનાર ના હોવાથી દીકરો ઉછીના લીધેલ પૈસા સમયસર આપી શક્યો નથી જેથી આરોપી હેમંત અને ગૌતમ બંને ભેગા મળીને દીકરાના મોબાઈલમાંથી ફરિયાદી ભાણજીભાઈને પૈસા બાબતે ફોન કરી તેમજ દીકરા દીપકને માર મારી માથાના ભાગે અને શરીરે બોથડ પદાર્થના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી બંને આરોપીને ઝડપી લીધા હતા.

મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી ગુનામાં સંડોવાયેલ બંને ઇસમોને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા બંને આરોપીને ઝડપી લઈને ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યા હતા જ્યાં ઘટનાનું રી ક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું અને બંને આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવશે

Tags :
crimegujaratgujarat newsmorbimorbi newsmurder
Advertisement
Next Article
Advertisement