For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દીવની હોટેલમાં હિડન કેમેરાથી અંગતપળોના વીડિયો ઉતારી પૈસા પડાવતા બે ઝડપાયા

12:36 PM Jan 07, 2025 IST | Bhumika
દીવની હોટેલમાં હિડન કેમેરાથી અંગતપળોના વીડિયો ઉતારી પૈસા પડાવતા બે ઝડપાયા

Advertisement

છ મહિનાથી આ કારસ્તાન ચાલતુ’તું: બંન્ને શખ્સોના આઠ દિવસના રિમાન્ડ પૂરા થતા જેલ હવાલે : સ્પાની આડમાં ગોરખધંધા ચાલતા હતા: આરોપીઓના મોબાઇલમાંથી કપલના અંગત પળોના વીડિયો મળી આવ્યા

Advertisement

સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના બુચરવાડામાં આવેલી કેશવ હોટેલમાં પોલીસની ટીમે દરોડો પાડ્યો અને હોટેલના રૂૂમમાં હિડન કેમેરા રાખી કસ્ટમરોની અંગત પળોને કેદ કરાતી હોવાના કારણે પોલીસે હોટલ સંચાલક અને મેનેજરની ધરપકડ કરી છે.દીવના બૂચરવાડામાં આવેલી કેશવ હોટેલમાં દીવ પોલીસે દરોડો પાડતા હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે.દીવ એસપીના જણાવ્યા પ્રમાણે કેશવ હોટેલ 6 મહિનાથી સંજય રાઠોડ નામનો શખ્સ ચલાવે છે.તેને રેન્ટ પર લીધી હતી.

પરંતુ એકાદ મહિનાથી હોટલના એક રૂૂમની અંદર હિડન કેમેરો લગાવવામાં આવ્યો હતો, એટલું જ નહીં એક યુવતી પણ મસાજ કરવાના નામે રાખવામાં આવી હતી. આ યુવતી સાથેની અંગત પળોનું રેકોર્ડિંગ હિડન કેમેરામાં થતું હતું અને આ હિડન કેમેરો કોઈને ખબર ન પડે તે રીતે સ્વીચમાં ગોઠવવામાં આવ્યો હતો, દીવ પોલીસને હ્યુમન સોર્સથી આ જાણકારી મળતા હોટેલમાં રેડ કરી હતી અને હોટેલ મેનેજર અને સંચાલક બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

દીવ પોલીસે હોટલ સંચાલક સંજય રાઠોડ અને મેનેજર અબ્બાસુ મન્સૂરીની ધરપકડ કર્યા બાદ મોબાઈલ ફોન ચેક કરાતા તેમાં હોટેલ રૂૂમ અંદર યુવતી સાથેની પળોના વીડિયો પણ મળી આવ્યા છે. હોટેલ સંચાલક અને મેનેજર હિડન કેમેરામાં વીડિયો શૂટ થયા બાદ રૂૂપિયાની ડિમાન્ડ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. અનેક લોકો આ હોટલમાં મસાજ કરાવવા પહોંચ્યા હતા. જો કે દીવ પોલીસે પીડિતના નામ ગુપ્ત રાખ્યા હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં હોટેલ સંચાલક અને મેનેજરને દબોચી લેવામાં આવ્યા છે, જો કે યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

થોડા સમય પહેલા પણ દીવના ફોરર્ટેલ રેસ્ટોરન્ટમાં મોબાઈલ કેમેરો બાથરૂૂમમાંથી મળી આવતા ખળભળાટ મચ્યો હતો તો હવે હોટેલમાંથી હિડન કેમેરા મળતા હોટેલ એન્ડ સેફ્ટીને લઈ સવાલો ઉઠ્યા છે. આ મામલે પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ કે, સ્પાની આડમાં આવા ગોરખધંધા ચાલતા હતા. તેમજ આરોપીઓના મોબાઇલમાંથી અલગ-અલગ વીડિયો મળી આવ્યા છે. આઠ દિવસના રિમાન્ડ પૂરા થતા તેઓને જેલહવાલે કરવામા આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement