ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયા ડ્રગ્સ પ્રકરણના બે આરોપીઓને સાડા ત્રણ વર્ષની કેદ તથા દંડ

11:37 AM Jun 13, 2025 IST | Bhumika
Advertisement

ખંભાળિયા - જામનગર હાઈવે પર પત્રથી આશરે 10 કિલોમીટર દૂર દાતા ગામના પાટિયા પાસેથી ગત તારીખ 27 મે 2023 ના રોજ જામનગરનો રહીશ મોહસીન ઉર્ફે છોટુ સતાર સાટી નામના શખ્સ દ્વારા મુંબઈ ખાતે રહેતા જુબેર ઉર્ફે ફૈઝલ મોહમદ ઉમર મેમણ પાસેથી ડ્રગ્સનો જથ્થો લઈ આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. રૂૂપિયા 1,76,500 ની કિંમતના 17.650 ગ્રામ એમ.ડી. ડ્રગ્સને છ કોથળીમાં લઈને નીકળેલા આરોપી મોહસીન ઉર્ફે છોટુ સાટી તેમજ મુંબઈના જુબેર ઉર્ફે ફૈઝલ મોહમદ નામના બંને શખ્સોની પોલીસે અટકાયત કરી, કુલ રૂૂપિયા 1,83,710 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement

આ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ઉપરોક્ત બંને શખ્સોએ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં નોંધવામાં આવેલા નિવેદનો બાદ અહીંની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. એનડીપીએસનો આ કેસ અહીંની એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા જજ શ્રી એસ.જી. મનસુરી દ્વારા આ પ્રકરણમાં મદદનીશ જિલ્લા સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજાની દલીલોને ધ્યાનમાં લઈને બંને આરોપીઓને તકસીરવાન ઠેરવી, સાડા ત્રણ વર્ષની સખત કેદની સજા તથા બંને આરોપીઓને રૂૂપિયા 10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Tags :
crimegujaratgujarat newsKhambhaliyaKhambhaliya news
Advertisement
Next Article
Advertisement