ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શેરબજારમાં રોકાણના નામે રૂા. 1.81 કરોડની છેતરપીંડી કરનાર બે આરોપી ઝડપાયા

01:37 PM Mar 12, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

જામનગર ના એક વરિષ્ઠ નાગરિક સાથે શેરબજારમાં રોકાણ કરવાના બહા ને ચાર મહિના પહેલાં છેતરપિંડી કરવામાં આવી હતી. તેઓ એ રૂૂ.1 કરોડ 81 લાખ જુદા જુદા બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. તેની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ માં થયા પછી પોતાના એકાઉન્ટ આરોપીઓ ને વાપરવા આપનાર બે શખ્સ ને ગિર સોમનાથમાંથી ઝડપી લેવાયા છે.

જામનગરના એક વરિષ્ઠ નાગરિક સાથે શેરબજારમાં રોકાણ કરવાના નામે કેટલીક બેંકના ખાતાઓમાં રૂૂ.1 કરોડ 81 લાખ ટ્રાન્સફર કરાવી તે રકમ શેરમાં રોકવામાં આવી છે તેમ જણાવી છેતરપિંડી કરી લેવાઈ હતી. તેની ફરિયાદ ચાલુ વર્ષે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવા આવ્યા પછી પીએસઆઈ પી.વી. ગોહિલ અને સ્ટાફે તપાસ શરૂૂ કરી હતી.

આ શખ્સો એ એક બનાવટી એપ ના માધ્યમથી વોટ્સએપ, મોબાઈલ નંબર નો ઉપયોગ કરી ગઈ તા.30-9-ર4 થી તા.ર3-10-ર4 સુધી માં ઉપરોક્ત રકમ વિવિધ બેંક ના ખાતામાં ટ્રાન્સફર કરાવી હોવાથી તેનું એનાલિસિસ શરૂૂ કર્યું હતું. તેમાં ગિર સોમનાથમાં એક આરોપીના સગડ નીકળ્યા હતા જેના પગલે ત્યાં દોડી ગયેલી સાયબરક્રાઈમ પોલીસે મૂળ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના વતની અને હાલમાં રાજકોટમાં મેટોડા જીઆઈડીસી નજીક અંજલી પાર્કમાં રહેતા કિશોર વાલાભાઈ જોગદીયા અને ગિર સોમનાથના ગીરગઢડા તાલુકાના સાણાવાકીયા ગામના ઘનશ્યામ મધુભાઈ પરમાર નામના બે શખ્સને ઝડપી લીધા છે. આ શખ્સોનો મોબાઈલ કબજે કરાયો છે. આ શખ્સોએ કૌભાંડકારો ને પોતા ના બેંક એકાઉન્ટ વાપરવા આપ્યા હોવાનું ખૂલ્યું છે.
જેની પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Advertisement