ધોરાજીના પરબડી ગામના ભાજપ અગ્રણીના હત્યા કેસમાં બે આરોપી 8 વર્ષે નિર્દોષ
ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામે રહેતા પ્રદિપસિંહ જેઠસુરભાઈ વાળા નામના યુવાનની સાળંગપુર ગામના રવિરાજભાઈ રામકુભાઇ ખાચર, શાંતુભાઈ ઝીણાભાઈ ધાંધલ અને સુલતાનપુર ગામના મહેશભાઈ રાણીગભાઈ સહિત ત્રણે શખ્સોએ અપહરણ કરી હત્યા નીપજાવ્યાની મૃતક પ્રદિપસિંહના માસીયાય ભાઈ સુખદેવસિંહ ભોજભાઈ વાળાએ ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદના જણાવ્યા પ્રમાણે ગત તારીખ 13-10-17 ના રોજ ધોલેરા તાલુકાના બાવળીયાળી ગામના તળાવ પાસે પ્રદિપસિંહની ઇજાના નિશાન સાથે લાશ મળી હતી. બાદ તત્કાલીન જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદ એ એલસીબીને તપાસ સોંપી હતી જેમાં હત્યાનો ગુનાનો ભેદ ઉકેલી પ્રાથમિક તપાસમાં મૃતક પ્રદિપસિંહના પિતા જેઠસુરભાઈએ કુંડળી ગામે રહેતા તેના સગા માસીયાઇ ભાઈનું 30 વર્ષ પહેલા ખૂન કર્યું હતું. તેનો બદલો લેવા પ્રદિપસિંહની હત્યા કર્યાનું ખુલતા પોલીસે ત્રણે શખ્સોની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા ધોરાજી કોર્ટમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું હતું.
જે કેસ ચાલતા દરમ્યાન રવીરાજભાઈ ખાચરનુ નીધન થતા આ કેસમાંથી એબેટ કરવામાં આવેલ ફરીયાદ પક્ષ દ્વારા મૌખીક પુરાવાઓ દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ આ કેસમાં એફ.એસ.એલ. અધીકારી આરોપીઓના કોલ ડીટેઈલ અને મૌખીક સાહેદોની જુબાની લેવામાં આવેલ આરોપીઓના એડવોકેટની દલીલ એવી હતી કે ફરિયાદમાં આરોપીઓના નામ જણાવેલ નથી ફકત સ્કોરપીયો ગાડીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે આ ગાડી કોની માલીકીની હતી તેની પોલીસે કોઈ તપાસ કરેલ નથી કે કબ્જે કરેલ નથી. સી.સી.ટી.વી. ફુટેજ મેળવવામાં આવેલ નથી મરણજનારના શરીર પર તીક્ષણ હથિયારના ઘા અને ફાયરીંગની ઈજાઓ જોવા મળેલી પરંતુ કોઈ વેપન આરોપીઓ પાસેથી કબ્જે કરવામાં આવેલ નથી મરણ જનાર પ્રદીપસિંહ ના મોબાઈલની કોલ ડીટેઈલનુ પોલીસે તપાસ કરેલ નથી પોલીસે આરોપીઓના બે-બે વખત રીમાન્ડ માંગવામાં આવેલ છતા આરોપીઓને બનાવમાં સાકળ શકે તેવો કોઈ પુરાવો રેકર્ડ પર આવેલ નથી આરોપીઓ પાસેથી પોલીસે રીકવર-ડીસ્કવરી કરેલ નથી. અગાઉ થયેલ હત્યાને લગતા કોઈ પુરાવા અદાલતના રેકર્ડ પર આવેલ નથી આરોપીઓ વિરૂૂધ્ધ ની:શંક પણે પુરવાર થયેલ નથી હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની વિસદ છણાવટ કરવામાં આવેલ કોર્ટે બચાવ પક્ષ ના એડવોકેટની દલીલને ગ્રાહય રાખી આરોપીઓને નિર્દોષ છોડી મુકતો હુકમ કરેલો છે.આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ રઘુવીર બસીયા અને વિલણ કોલથી રોકાયા હતા.