બોટાદ શાકમાર્કેટ પાસે વરલીનો જુગાર રમતા આમ આદમી પાર્ટીના બે કાર્યકરો ઝબ્બે
બોટાદ પોલીસે બાતમીના આધારે શહેરનાં શાક માર્કેટ વિસ્તાર તેમજ શહેરનાં રેલ્વે સ્ટેશન પાસે જાહેરમાં રમતા વરલી મટકાનો જુગાર ધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
પોલીસે પાડેલા દરોડા દરમ્યાન શાક માર્કેટ વિસ્તારમાં જાહિદ ઉર્ફે લાલો રાજુભાઈ માકડ વલ્લી મટકાનો જુગાર રમતા પોલીસે ઝડપી લીધો હતો અને તેની પાસેથી આકડા લખેલ ડાયરી અને રોકડા રૂૂપિયા 2280 મળી આવ્યા હતા.
જ્યારે શહેરનાં રેલ્વે સ્ટેશન પાસે જાહેરમાં રમતા વરલી મટકાના જુગારધામ પર દરોડા પાડવામાં આવતા વરલી મટકાનો જુગાર રમતા ભરત કાનજીભાઈ ચૌહાણને વલ્લી મટકાના આકડા લખેલ ડાયરી અને રોકડા રૂૂપિયા 2450 ઝડપી લીધા હતા. જ્યારે બોટાદ પોલીસે બંને શખ્સો વિરૂૂધ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બોટાદ શહેરનાં શાક માર્કેટ વિસ્તારમાંથી તેમજ શહેરનાં રેલ્વે સ્ટેશન પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા પકડાયેલા ભરત કાનજીભાઈ ચૌહાણ અને જાહિદ ઉર્ફે લાલો રાજુભાઈ માકડ જે બંને બોટાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
જ્યારે વરલી મટકાના જુગારધામ પર પોલીસના દરોડાને લઈને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ બળોલીયાએ માહિતી આપી હતી.