તુમ સે મિલ કે દિલ કા જો હાલ: સોનુ નિગમના લાઇવ શોમાં પથ્થરમારો
દિલ્હી ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં સિંગર સોનુ નિગમના લાઈવ શોમાં જબરદસ્ત બબાલ થઈ. તેના પર હાજર લોકોએ પથ્થર અને બોટલથી હુમલો કર્યો. આ કોન્સર્ટના અમુક વિડીયો ઓનલાઈન સામે આવ્યા છે, જેને જોઈને તમને પણ હેરાની થશે. જોકે, સોનુએ પોતાનો સંયમ ન ગુમાવ્યો અને ભીડથી શાંત રહેવા માટે કહ્યું. તેને દર્શકોને કહ્યું, પઆ બધુ કરવાથી કશું નહિ મળે આપણે આ ક્ષણને એન્જોય કરવી જોઈએ, જેની માટે હું આવ્યો છું. સદનસીબે, આ સમય દરમિયાન તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી, પરંતુ આવા ખતરનાક વાતાવરણને જોઈને, સોનુએ પ્રદર્શન અધવચ્ચે જ બંધ કરી દીધું અને ગુસ્સે થયા વિના ત્યાંથી ચાલ્યો ગયો.
સોનુ નિગમે વધુમાં કહ્યું, હું તમારી માટે અહીં આવ્યો છું... જેથી આપણે બધા જ સારો સમય પસાર કરી શકીએ. હું તમને એમ નથી કહેતો કે તમે આ ક્ષણની મજા ન લો, પરંતુ કૃપા કરીને આવું ન કરો. જોકે, સિંગરનો બચાવ કરતાં તેની ટીમના સભ્યોને ઈજા થઈ. આ લાઇવ શોમાં એક લાખથી વધારે લોકો શામેલ થયા હતા.
કોન્સર્ટના એક વાયરલ વિડીયોમાં બતાવ્યું છે કે શરૂૂઆતમાં સોનુ નિગમ તરફથી ભીડે પથ્થર અને બોટલ ફેંકી તો સિંગરે તેમણે આવું કરવાની ના પાડી. એટલું જ નહીં, વીડિયો ક્લિપમાં તે તેના પર હસતો અને દર્શકોના ગેરવર્તનને નજરઅંદાજ કરતો જોવા મળે છે. આ દરમિયાન, એક દર્શકે તેની તરફ ગુલાબી રંગનો હેડ બેન્ડ પણ ફેંક્યુ, જે તેણે પોતાની પાસે રાખ્યુ. તે તેને તુમસે મિલકે દિલ કા જો હાલ ગીત ગાતા સમયે પહેરેલું દેખાયો. સોશિયલ મીડિયા પર જણાવવામાં આવી રહ્યું છે કે અમુક લોકો નસામાં હતા તો અમૂકે મસ્તી-મસ્તીમાં પોતાના ફન માટે તેના પર હુમલો કર્યો.