રાજકોટ હાઇવે ઉપર 14.56 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
બામણબોર ચેક પોસ્ટ નજીક PCBની ટીમનો બાતમીના આધારે દરોડો
રૂા.24.66 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ, બૂટલેગરનું નામ ખુલ્યું: ચોરખાનું બનાવી દારુ છૂપાવ્યો હતો
રાજકોટ - અમદાવાદ હાઇવે પર બામણબોર પાસે પીસીબીની ટીમે રૂ. 14.56 લાખની કિમતનો દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી ટ્રક ચાલકની ધરપકડ કરી રૂ. 24.66 લાખનો મુદામાલ કબજે કર્યો હતો તપાસ દરમ્યાન આ દારૂ રાજકોટની ગીતાંજલી સોસાયટીનાં બુટલેગરે મંગાવ્યો હોવાનુ ખુલ્યુ હતુ જેની શોધખોળ શરૂ કરવામા આવી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ તરફ દારૂ ભરેલો ટ્રક આવતો હોવાની બાતમી પીસીબીને મળતા પીઆઇ એમ. આર. ગોંડલીયા અને પી.આઇ. એમ. જે હુણનાં માર્ગદર્શન હેઠળ ટીમ વોચ ગોઠવી હતી તે દરમ્યાન બામણબોર ચેકપોસ્ટ પાસે એકાદ કીમી દુર ટ્રક નં જીજે 3 બીવી 9485 ને શંકાસ્પદ હાલતમા અટકાવવા આવ્યો હતો. ટ્રકની તલાસી લેતા ચોરખાનામા છુપાવેલો 8પપર બોટલ દારૂ મળી આવ્યો હતો . રૂ. 14.પ6 લાખની કિમતનો દારૂ તથા ટ્રક મળી રૂ. ર4.66 લાખનો મુદામાલ કબજે કરી ટ્રક ચાલક રામાપીર ચોકડી પાસે રહેતા રઘુ દેવાભાઇ ચાવડાની ધરપકડ કરી હતી. જેની પુછપરછમા આ દારૂ ગોકુલધામ ગીતાંજલી સોસાયટીનાં બુટલેગર વાલા હનુભાઇ બાંભવાએ મંગાવ્યો હોવાનુ ખુલ્યુ હતુ. જેની શોધખોળ શરૂ કરાઇ છે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા નાં સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પીસીબીનાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ.જે. હુણ સાથે સ્ટાફનાં મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, દેવરાજભાઇ કળોતરા, ઘનશ્યામસિંહ રાઠોડ સહીતનાં સ્ટાફે કામગીરી કરી હતી.