ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગાંધી સોસાયટી નજીકથી રૂા. 3.75 લાખનો દારૂ-બીયર ભરેલો ટ્રેક પકડાયો

05:19 PM Nov 20, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

રાજકોટના જામનગર રોડ પર આવેલ ગાંધી સોસાયટી પાસે એલસીબી ઝોન-2 ની ટીમે દરોડો પાડી રૂ. 3.75 લાખની કિંમતનો દારૂ અને બીયરનો જથ્થો ભરેલા ટ્રક સાથે રાજકોટના બે શખસોની ધરપકડ કરી રૂ. 9.55 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. દમણથી દારૂ - બીયરનો જથ્થો મંગાવનાર મીરાનગરના બુટલેગરની શોધખોળ શરૂ કરી છે. આ દારૂનો જથ્થો કટીંગ થાય તે પુર્વે જ એલસીબીની ટીમ ત્રાટકી હતી. મળતી વિગતો મુજબ જામનગર રોડ પર ગાંધી સોસાયટી સામે જીઆઇડીસી વિસ્તારમાં દારૂનુ કટીંગ થવાનુ હોવાની બાતમીને આધારે એલસીબી ઝોન - 2 ની ટીમના પીએસઆઇ રામદેવસિંહ ઝાલા અને તેમની ટીમે દરોડો પાડતા જીજે 10 એકસ 9963 નંબરનો ટ્રક મળી આવ્યો હતો.

આ ટ્રકમાં તપાસ કરતા રૂ. 50976 ની કિંમતની 432 ટીન બીયર તેમજ અલગ અલગ બ્રાન્ડની દારૂની અને 471 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. રૂ. 3,75,174 ની કિંમતની 903 બોટલ દારૂ - બીયર અને ટ્રક સાથે હિરો હોન્ડા મોટર સાયકલ નં જીજે 3 એલએફ 456 સહીત રૂ. 9.55 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ દારૂના જથ્થા સાથે રાજકોટના ગાંધીગ્રામ શેરી નં 12 માં રહેતા કિશન નરેન્દ્ર પરમાર, 150 ફુટ પર મોદી સ્કુલ પાસે સદગુરૂ પાર્ક બ્લોક નં 7 માં રહેતા જય મુકેશ વાઢેરની ધરપકડ કરી પુછપરછ કરતા આ દારૂનો જથ્થો રૈયા રોડ પર આવેલ મીરાનગર 4 માં રહેતા હાર્દિક ઉર્ફે હરી નીતીનભાઇ ડોડીયાએ મંગાવ્યો હોવાનુ ખુલ્યુ હતુ.

દમણથી આ દારૂ - બીયર રાજકોટ લાવવામાં આવ્યો હતો અને તેનુ ગાંધી સોસાયટી સામે આવેલ જીઆઇડીસીમાં કટીંગ કરવાનુ હતુ તે પુર્વે જ એલસીબીની ટીમે દરોડો પાડી આ દારૂ - બીયરનો જથ્થો ઝડપી પાડયો હતો. ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા ઇન્ચાર્જ ડીસીપી ઝોન 2 પુજા યાદવની સુચનાથી એલસીબી ઝોન ર ના પીએસઆઇ આર. એચ. ઝાલા સાથે જે. વી. ગોહીલ, રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્ર વાધિયા અને ધર્મરાજસિંહ ઝાલા તથા કુલદીપસિંહ રાણાએ કામગીરી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement